Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ:ધો. 12 સાયન્સમાં ગત વર્ષ કરતા 3 વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ અને સામાન્ય પ્રવાહમાં 31 વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્યો

    4 days ago

    અમરેલી જિલ્લામાં ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 83.13 ટકા અને સામાન્ય પ્રવાહનું 92 ટકા ઉજ્જવળ પરિણામ જાહેર થયુ હતું. જિલ્લામાં બંને પ્રવાહનું પરિણામ ગત વર્ષ જેટલું જ આવ્યું હતું. પરંતુ એવન ગ્રેડ મેળવનારાની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ એ ટુ ગ્રેડ મેળવનારાની સંખ્યામાં ઘટાડો થયો હતો. શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 1512 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થતા ધોરણ 12 સાયન્સનું 83.13 ટકા પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષે અમરેલી જિલ્લામાં સાયન્સનું પરિણામ 83.25 રહ્યું હતું. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે 8560 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતા ચાલુ 92 ટકા આવ્યું હતું. જ્યારે આ પરિણામ ગત વર્ષે 91.19 ટકા પરિણામ રહ્યું હતું. અમરેલી જિલ્લામાં ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એવન ગ્રેડ મેળવનારા 15 વિદ્યાર્થીઓ હતા. જેમાં વધારા સાથે 18 વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એવન ગ્રેડ મેળવ્યો હતો. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે 84 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા હતા. જેમાં વધારા સાથે ચાલુ વર્ષે 115 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો હતો. સાથે સાથે અમરેલી જિલ્લામાં એટુ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત વિદ્યા ગુરૂમાં અભ્યાસ કરતી ખાંભલા મહેક બાબુભાઈએ ધોરણ 12માં 99.99 પીઆર મેળવ્યા હતા. વિદ્યા ગુરૂની સ્કૂલની વિદ્યાર્થિનીએ 99.99 પીઆર મેળવ્યા ચાલુ વર્ષે ધોરણ 12 નું પરિણામ સારૂ આવ્યું છે ચાલુ વર્ષે ધોરણ 12 માં બંને પ્રવાહમાં પરિણામ સારૂ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં સોશ્યોલોજી, જીઓગ્રાફી અને વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, કેમેસ્ટ્રી, બાયોલોજી અને જીવ વિજ્ઞાન વિષય સારૂ પરિણામ મેળવવામાં મદદરૂપ થયા છે. > રમેશભાઈ રામ, અમરેલીના શિક્ષક જાણો.. મજુરી કરનારના પરિવારના છાત્રઓએ એ-વન, એ-ટુ ગ્રેડ મેળવ્યા અમરેલીમાં કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રહેતા ઓઘડ સુખાભાઈ બોહરિયાએ એવન, કવા ગૌરવ દિલીપભાઈએ એટુ, વિવેક હિતેષભાઈ ડાભીએ એટુ, મોહમ્માદકાસિમ ફિરોજભાઈ પંજવાણી એટુ, પૂર્વિશા હરિભાઈ સરવૈયાએ એટુ, આર્યન વસંતભાઈ સેજુએ એટુ અને ભાવિકા દિનેશભાઈ બગડાએ બીવન ગ્રેડ મેળવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓના પરિવાર મજુરી કરે છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરિક્ષામાં સિદ્ધી મેળવી હતી. ધોરણ 12 સાયન્સમાં ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ ? ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ ?
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:અમરેલીમાં સવારે વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતિત
    Next Article
    અમદાવાદના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું‎:સિધ્ધપુરના નેદ્રાથી કારતૂસ ભરેલી પિસ્તોલ સાથે એક શખ્સને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment