Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્ટોબરમાં હોલસેલ મોંઘવારી 12% રહી શકે છે:ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાની અસર, સપ્ટેમ્બરમાં તે 11.39% પર હતી

    6 hours ago

    આજે એટલે કે 16 નવેમ્બરે ઑક્ટોબર મહિનાના હોલસેલ ફુગાવાના આંકડા જાહેર થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઑક્ટોબરમાં ભારતમાં હોલસેલ ફુગાવો 12%ની આસપાસ રહેવાનો અંદાજ છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં હોલસેલ ફુગાવો 11.39% રહ્યો હતો. ફુગાવો વધવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થો અને શાકભાજીના વધેલા ભાવ છે. હોલસેલ ફુગાવાની સામાન્ય માણસ પર અસર હોલસેલ ફુગાવો લાંબા સમય સુધી વધેલો રહે તો મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો હોલસેલ ભાવો લાંબા સમય સુધી ખૂબ ઊંચા સ્તરે રહે તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ને નિયંત્રિત કરી શકે છે, જેમ કે કાચા તેલના ભાવમાં ઝડપી વધારાની સ્થિતિમાં સરકારે ઈંધણ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સમાં એક મર્યાદા સુધી જ ઘટાડો કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સાથે જોડાયેલા સામાનનું વજન વધારે હોય છે. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 6.09% રહી ઓક્ટોબરમાં દેશમાં રિટેલ મોંઘવારી દર વધીને 6.09% પર પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં તે 5.54% હતો. એટલે કે, એક મહિનામાં મોંઘવારી દરમાં 0.55%નો વધારો થયો. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર RBI દ્વારા નક્કી કરવામાં આવેલી 6%ની ઉપલી મર્યાદાને પણ પાર કરી ગયો છે. RBIએ દેશમાં મોંઘવારી દરની મર્યાદા 4%થી 6% નક્કી કરી હતી. મોંઘવારી બે પ્રકારની હોય છે ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક મોંઘવારી અને બીજી હોલસેલ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) નો અર્થ એવી કિંમતો થાય છે, જે હોલસેલ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 650 પોઈન્ટની તેજી:82,250 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટીમાં પણ 150 પોઈન્ટ ઉછાળો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ ખરીદારી
    Next Article
    પૂરઝડપે આવતી કાર પલટી, બે યુવક 15 ફૂટ ઉછળી પટકાયો:મોરબીમાં વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા બેના મોત, એક ઈજાગ્રસ્ત, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment