Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12મે સુધી પ્રવેશ લઇ લેવો‎:આરટીઇ: સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 1044 છાત્રોને પ્રવેશ અપાયો

    9 hours ago

    સાબરકાંઠા સહિત રાજ્યભરમાં આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરાયો છે. જેમાં ધો. 1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. સાબરકાંઠામાં પ્રથમ રાઉન્ડમાં 1044 બાળકોને પ્રવેશ અપાયો છે. જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેમના વાલીઓએ તા. 12 મે સુધીમાં શાળામાં જઇ જરૂરી ડોકયુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. સાબરકાંઠામાં આ વર્ષે આરટીઇ હેઠળ પ્રવેશ માટે કુલ 3071 ફોર્મ ભરાયા હતા. જ્યારે જિલ્લામાં કુલ 1064 જેટલી બેઠકો આરટીઇ હેઠળ ફાળવવામાં આવી છે. જિલ્લામાં આવેલ અરજીઓમાંથી 2113 માન્ય, 283 રિજેક્ટ અને 675 અરજીઓ પૂરતા પુરાવાના અભાવે કે ખોટા દસ્તાવેજો હોય કેન્સલ થઇ હતી. માન્ય રહેલી અરજીમાંથી 1044 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ અપાયો છે. 1044 વિદ્યાર્થીઓમાંથી હાલમાં 127 વિદ્યાર્થીઓએ શાળામાં જઇને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે 917 વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એડમીટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    Man poses as Rahul Gandhi’s aide to swindle Congress leaders across country over several years: Police
    Next Article
    જમવાનું બનાવવામાં મોડું થતા પતિએ ધમકી આપી‎:સિદ્ધપુરમાં પરિણીતાને સાસરિયાંએ રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી કાઢી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment