Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    119 વર્ષની પ્રતીક્ષાનો અંત:વર્ષ 1907થી ટ્રસ્ટના મકાનમાં પ્રા.શાળા કાર્યરત, કલેક્ટરના ઝડપી નિર્ણય બદલ ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવાઈ

    7 hours ago

    નવસારી જિલ્લાના આસણા ગામમાં વર્ષ-1907થી ટ્રસ્ટના મકાનમાં પ્રાથમિક શાળા કાર્યરત છે. ગામમાં સરકારી શાળાનું પોતાનું મકાન ન હોવાથી નવી શાળા બનાવવાની દિશામાં ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આસણા ગામના સરપંચ ફુજેલભાઈ પટેલે ગ્રામજનો સાથે નવી શાળાના નિર્માણ અંગે ચર્ચા કરી હતી, ત્યારબાદ શાળાના શિક્ષકો અને આચાર્ય સાથે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી સરકારી જમીન પર નવી પ્રાથમિક શાળા બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી જમીન શાળાના નામે કરવા માટે જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ઝડપી નિર્ણય લઈને મંજૂરી આપતાં નવી શાળાના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. કલેક્ટરના આ નિર્ણય બદલ આસણા ગામના સરપંચ ફુજેલભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ બચુભાઈ તળાવિયા, આસણા પ્રાથમિક શાળાના શિક્ષક સતીશભાઈ, શિક્ષક હિતેશભાઈ તથા ગામના આગેવાનો અઝહર કાપડિયા, તલ્હા પટેલ, ઈબ્રાહીમ ભૂલા અને આકીબ રાવતે કલેક્ટર મનીષ ગુરવાનીની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. શાળામાં હાલ 112 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે આસણા પ્રાથમિક શાળામાં હાલમાં 112 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે તેમના માટે 6 જેટલા શિક્ષકો શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. હવે નવા પ્રાથમિક શાળાના નવા મકાનની મંજૂરીને લઈ શાળા પરિવારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાના બાંધકામ માટે વહેલી તકે મંજૂરી મળે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. >ફૂજેલ મહંમદ પટેલ, સરપંચ આસણા ગ્રામ પંચાયત.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે કિવીઝ મજબૂત સ્થિતિમાં:ન્યૂઝીલેન્ડની સાતમી વિકેટ પડી, પ્રસિદ્ધે સ્મિથને પેવેલિયન ભેગો કર્યો; નિકોલ્સ 150 રનની નજીક
    Next Article
    दिल्ली में कपिल मिश्रा के ऑफिस के बाहर फायरिंग करने वाला आरोपी गैंगस्टर नसीम दुर्रानी एनकाउंटर में मारा गया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment