Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું:'યુરોપ' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી આવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા

    4 days ago

    ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી દીધો છે. મુંદ્રા તરફ આવી રહેલા 'યુરોપ'નામના કાર્ગોશીપમાં કોકેઈનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શીપ પરથી 118 કિલો કોકેઈન મળી આવ્યું છે. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મુંદ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝીલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝીલથી નીકળેલું આ શીપ ચાર દેશ ફરીને મુંદ્રા પોર્ટ પહોંચ્યું હતું. શીપમાંથી નાની બોટ મારફત આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી. કચ્છના મુંદ્રા નજીક આવી રહેલા જહાજમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો નાની બોટ મારફત કાંઠા તરફ લઈ જવાની તૈયારી હતી. કોકેઈન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું છે. ATSએ ત્રણને દબોચ્યા, એક દરિયામાં કૂદી જતા શોધખોળ ATSએ જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ઓરીપોના નામ જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો) કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો) બ્યારુહંગા જેમ્સ ( દિલ્હીથી પકડાયો) ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેંકી દીધાની આશંકા ATS પાસે 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે જેથી બાકીનું ડ્રગ્સનું એક પેકેટ દરિયામાં ફેંક્યું હોવાની શક્યતા છે જેથી ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે. બ્રાઝીલથી લોડ કરાયેલું ડ્રગ્સ ચાર દેશ થઈને મુંદ્રા પહોંચ્યું તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંદ્રામાં 'યુરોપ'નામના કાર્ગોશીપ પર બ્રાઝીલમાં કોકેઈનનો જથ્થો લોડ કરાયો હતો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, USA અને કરાંચી થઈને મુંદ્રા આવી રહ્યું હતું. આ સમાચાર પણ વાંચોઃ કચ્છમાં ફરી બિનવારસુ ચરસના પેકેટ મળ્યા:જખૌ દરિયાકાંઠેથી BSFને સર્ચ ઓપરેશનમાં 11 પેકેટ મળ્યા કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ભારે સતર્ક બની છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કોંગ્રેસનો સક્રિય કાર્યકર મેહુલ નલિન મકવાણા છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે રૂ. 6 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    કરિશ્મા કપૂરના બાળકો પાસે ફી ભરવાના પૈસા નથી- દાવો:સાવકી માતાએ કોર્ટ પાસેથી સંજય કપૂરના PFમાંથી પૈસા કાઢવાની માગ કરી; ₹30,000 કરોડની સંપત્તિ ફ્રીઝ
    Next Article
    ‘મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ’:આવા તત્વોના કારણે જ કમળ પૂજા વધી રહી છે, રાજકોટના પુરષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment