Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    118 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 4 ઇંચ:માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયામાં કરંટ; સુરતમાં પાણી ભારાયા

    22 hours ago

    ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરના 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં 4 ઇંચ વરસ્યો છે. નવસારીમાં મેઘતાંડવને પગલે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલીનું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે અને જિલ્લામાં 71 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સુરતમાં પણ વરસાદથી ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને ગરનાળાંમાં પાણી ભરાયા હતા, જ્યારે ઉપરવાસની આવકથી ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે. આ સિવાય અમદાવાદ, સાબરકાંઠા, જૂનાગઢ અને બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સાથે આજે નવસારી અને વલસાડ માટે ‘અતિભારે વરસાદ’નું અલર્ટ જાહેર કર્યું છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારો માટે એલર્ટ ​હવામાન વિભાગની સમુદ્રમાં તેજ પવન અને દરિયો તોફાની બનવાની આગાહી વચ્ચે માંગરોળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા કડક સૂચના અપાઈ છે. બંદર સત્તામંડળે સ્થિતિને પહોંચી વળવા તમામ આગોતરા સાવચેતીના પગલાં લઈ એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં પાણી ભરાવાનું શરૂસ, ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી સુરતમાં મોડીરાતથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના કતારગામ, હોળી બંગલા, ઉધના અને ડિંડોલી જેવા અનેક વિસ્તારો તથા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વહેલી સવારે નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદથી સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત અને સરાહનીય વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના ખતરાને ધ્યાને રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, શહેરની પાંચ મુખ્ય ખાડીમાંથી ભેદવાડ ખાડીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી હતી અને ઓવરફ્લો થતાં નજીકની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે, જે વધીને 7.30 મીટર પર પહોંચી ગઈ હતી. બાદમાં સપાટી ઘટી જતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોના રહીશોએ રાહત અનુભવી છે. સુરતની સ્થિતિ બગડી, જુઓ તસવીરોમાં… નવસારી જિલ્લામાં 71 માર્ગો બંધ, કાવેરી નદી બે કાંઠે થતાં મહાદેવ મંદિર ગરકાવ નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલી સ્થિત પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર અને લો-લાઈન બ્રિજ જળમગ્ન થઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં માર્ગો પર પાણી ફરી વળતાં વહીવટીતંત્ર દ્વારા 71 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે, જેમાં નવસારી અને ચીખલીના 19-19 તેમજ નાગધરા-મહુડી-પુણી જેવા મુખ્ય માર્ગો અને મંદિર-મોગાર અંડરપાસનો સમાવેશ થાય છે. બીજી તરફ, નવસારી શહેરમાં માત્ર 2 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડાતાં સિટી ગાર્ડન અને રોયલ પાર્ક જેવી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો બંધ થતાં ગ્રામજનોને લાંબો ચકરાવો લેવાની ફરજ પડી છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી લોકોને વૈકલ્પિક રસ્તા વાપરવા અને નદીકાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી છે. 21થી 27 જુલાઈમાં રાજ્યમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. આજે (21 જુલાઈ) સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 22 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટાં અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં 20 જુલાઈએ મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત:સરકાર ખેડૂતો સાથે સહમત થઈ, 2 મોટી માંગણીઓ સ્વીકારી; શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    Next Article
    સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો:જામનગર, ભાવનગર અને ઉનામાં મળી ત્રણનાં મોત, રાજકોટ જિલ્લાનાં 6 શંકાસ્પદ કેસો પૈકી 3 સારવાર હેઠળ, 2085 ઘરોમાં મલેથિયોન પાવડરનો છંટકાવ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment