Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધમાં ભેળસેળ મુદ્દે યુવરાજસિંહના સરકાર પર પ્રહાર:11,684 સેમ્પલના રિપોર્ટને શબ્દોની માયાજાળ ગણાવી, કહ્યું- “સબ-સ્ટાન્ડર્ડ દૂધને કેમિકલમુક્ત બતાવવું ભ્રમજનક”

    13 hours ago

    ગુજરાતમાં દૂધની ગુણવત્તા અંગે સરકારના તાજેતરના રિપોર્ટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર તીખા પ્રહાર કરતા દાવો કર્યો છે કે, દૂધ અંગે રજૂ કરાયેલો રિપોર્ટ “ભરમાવો ભટકાવો” અને “શબ્દોની માયાજાળ” સિવાય કંઈ નથી. સબ સ્ટાન્ડર્ડ દૂધને કેમિકલમુક્ત બતાવવામાં આવી રહ્યું છે- યુવરાજસિંહ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કોઈપણ સેમ્પલ હાનિકારક નથી એવું કહેવામાં આવ્યું છે. પરંતુ હકીકતમાં મોટાભાગનું દૂધ “સબ-સ્ટાન્ડર્ડ” એટલે કે પીવાલાયક નહીં હોવા છતાં તેને કેમિકલમુક્ત બતાવવામાં આવી રહ્યું છે, જે જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ છે. 'દૂધમાં ભેળસેળ મુદ્દે સરકાર વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી' તેમણે વધુમાં જણાવ્યું કે, “એક તરફ દૂધને અખાદ્ય ગણાવવામાં આવે છે અને બીજી તરફ કહેવામાં આવે છે કે તેમાં કોઈ કેમિકલ નથી – આ સ્પષ્ટ વિસંગતિ છે.” તેમણે આ મુદ્દે પ્રાંતિજ અને ગીર સોમનાથમાં થયેલી તાજેતરની રેડનો ઉલ્લેખ કર્યો, જ્યાં દૂધમાં કેમિકલ, યુરિયા અને અન્ય અખાદ્ય પદાર્થો મળ્યા હોવાનું સામે આવ્યું હતું. યુવરાજસિંહે સરકાર પર આરોપ મૂક્યો કે, દૂધમાં ભેળસેળના મુદ્દે સરકાર વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી અને આ રીતે દૂધ માફિયાઓને આડકતરી રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે ચેતવણી આપી કે સરકારના આવા નિવેદનોના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ શકે છે. આ સાથે તેમણે બોટાદના દારૂ કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે સમયે પણ સરકાર દ્વારા “શબ્દોની માયાજાળ” ઉભી કરવામાં આવી હતી અને હવે દૂધના મુદ્દે પણ એ જ રીતની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. AAP દ્વારા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારની રાજનીતિ બંધ કરી દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજાની જોગવાઈ કરીને એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડામાં પહાડની ટોચ પર રહસ્યમયી 'ગુફા તળાવ':શિવલિંગ પર સતત ટપકતાં જળથી આપમેળે બને છે કંકુ-ચંદન! પુરાતત્વ વિભાગ તપાસ હાથ ધરશે
    Next Article
    વડગામમાં 60 લોકો કોંગ્રેસમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જન વિશ્વાસ સંમેલન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment