Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકાણના નામે અનેક લોકો સાથે ઠગાઈ:યુનિક માર્કેન્ટાઈલ કંપનીમાં સ્કીમમાં રોકાણ કરાવી એજન્ટ સહિત ગ્રાહકના 11.65 લાખ પડાવ્યા, 5 સામે ફરિયાદ

    13 hours ago

    શહેરના નવરંગપુરામાં આવેલી યુનિક મર્કેન્ટાઈલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ડાયરેક્ટર અને મેનેજરે કંપનીના એજન્ટ બનાવી, એજન્ટ દ્વારા ગ્રાહકો બનાવી લાખો રૂપિયાનું અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં રોકાણની સામે વળતર આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં ગ્રાહકોએ રોકાણ કરેલી રકમ પર કોઈ વળતર ન આપતા ગ્રાહકોએ અને એજન્ટોએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંપનીના ડાયરેક્ટર અને મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે. કંપનીના લાભો ગણાવી સ્કીમ સમજાવી હતી ગાંધીનગરમાં રહેતા વિષ્ણુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2017માં તેમના સંપર્કમાં યુનિક માર્ક ઈન્ડિયા લિમિટેડ કંપનીના એજન્ટ સંજય પટેલ અને રાજેશ પટેલ સાથે થયો હતો. તેમણે કંપનીની સ્કીમોને લાભ જણાવ્યા હતા અને તેમના સાથે એજન્ટ તરીકે જોડાવા માટે વાતચીત કરી હતી. કંપનીના મેનેજર મુકેશ પટેલ અને ઘનશ્યામ પટેલ તથા ડાયરેક્ટર રાહુલ રાય અને રાજકુમાર રાય પણ વિષ્ણુભાઈને કંપનીની સ્કીમો સમજાવી હતી. કોરોના બાદ વળતર કંપનીએ બંધ કર્યું, ફરિયાદ નોંધાવી વિષ્ણુભાઈ તમામ માહિતી મેળવીને કંપનીના એજન્ટ બન્યા હતા અને વિષ્ણુભાઈ તેમના દ્વારા કંપનીને કેટલાક ગ્રાહકો પણ લાવી આપ્યા હતા. તમામ લોકોએ અલગ અલગ સ્કીમમાં 11.50 લાખ રૂપિયાનો રોકાણ કર્યું હતું. જેની સામે પાકતી મુદતે 14.83 લાખ રૂપિયા લેવાના હતા. કોરોના સુધી કંપનીએ વળતર આપ્યું હતું. કોરોનાના બહાને કંપની વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જેથી કંપનીના એજન્ટ અને ગ્રાહકોએ ભેગા મળી કંપનીના ડાયરેક્ટર ઉત્કર્ષ રાય, રાહુલ રાય, રાજકુમાર રાય મેનેજર મુકેશ પટેલ અને ઘનશ્યામ પટેલ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગુરુપૂર્ણિમાએ સનાતન ધર્મ પરિવાર આશ્રમે ભાવિકો ઉમટ્યા:આશ્રમમાં ભજન-સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન, સોમદાસ બાપુએ વ્યસન છોડી સાત્વિક જીવન જીવવાનો સંદેશ આપ્યો
    Next Article
    રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે:30 જુલાઈએ નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ અને લુણાવાડામાં એક ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment