Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટનું કામ કરનાર એજન્સી આજીનદી શુદ્ધ કરશે:રાજકોટનાં ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર નજીક સફાઇનો પ્રોજેકટ સફળ થતા ફેઝ વાઇઝ 11.5 કિમીનું શુદ્ધિકરણ થશે, પ્રારંભમાં 30% સફળતા મળી : મેયર

    2 days ago

    રાજકોટનાં લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિર આસપાસની આજી નદીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ સુંદર અને સ્વચ્છ લુક આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી શુદ્ધિકરણનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવનાર છે. આ માટે અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ, અડાલજની વાવ અને અંબાજી સ્થિત તળાવમાં શુદ્ધિકરણની સફળ કામગીરી કરનાર નિષ્ણાત એજન્સી દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન બાદ હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે. મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો ટૂંક સમયમાં સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરશે અને આ પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિલોમીટરની આજી નદીના શુદ્ધિકરણ માટે અલગ અલગ ફેઝ વાઈઝ યોજના અમલમાં મૂકવામાં આવશે. રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યા મુજબ, શહેરની આસ્થાના કેન્દ્ર રામનાથ મહાદેવને ગંદકીમુક્ત કરવા અને આજી નદીમાં દુર્ગંધ તેમજ ગંદકી ફેલાવતા બેક્ટેરિયાનો નાશ કરવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં 15 ઓગસ્ટે અટલ સરોવર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં રામનાથ દાદાના પરિસરને ગંદકીમુક્ત રાખવાના અભિયાનને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ યોજનાને ઝડપથી આગળ ધપાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજી નદીમાં બારેમાસ શુદ્ધ પાણી ભરાયેલું રહે તે માટે નદીની બંને બાજુ ગંદા પાણીના નિકાલ માટે અલગથી ડક કેનાલ પાઈપલાઈન નાખવામાં આવશે. આ સિવાય જુદી જુદી જગ્યાએ મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ નાખીને ગંદુ પાણી મુખ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં પાણી શુદ્ધ કરીને તેને પીવા સિવાયના વપરાશ માટે ઉપયોગમાં લેવાશે. શહેરમાંથી નીકળતા 30 જેટલા મોટા વોંકળાના આઉટલેટ આજી નદીમાં મળતા હોવાથી નદી સતત ગંદી રહે છે. એજન્સીના દાવો મુજબ ગમે તેટલું ગંદુ પાણી નદીમાં આવશે તો પણ ટેકનિકલ પદ્ધતિથી શુદ્ધિકરણ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજી રિવરફ્રન્ટ યોજના માટે અગાઉ એચપીસી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તૈયાર કરાયેલી હાઈડ્રોલિક ડિઝાઈનનો પૂના સ્થિત સરકારી એજન્સી સીડબલ્યુપીઆરએસના તજજ્ઞોએ અભ્યાસ પણ કર્યો હતો. હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે. આગામી સમયમાં જો આ પ્રોજેકટ સંપૂર્ણપણે સફળ થશે તો જ તબક્કાવાર આજીનદીમાં 11.5 કિલોમીટર વિસ્તારમાં આ મુજબ સફાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકાઓથી આજીનદીની સફાઈનાં અયોજનો કાગળ ઉપર જ રહ્યા છે. ત્યારે આ યોજના કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. બીજી તરફ આજે રામનાથ મહાદેવ મંદિર પરિસરની સફાઈ કામગીરીનું સેનેટેશન સમિતિના ચેરમેન કીર્તિબા રાણાએ નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નદીમાં ગંદકી કે દુર્ગંધ ફેલાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત મંદિરની પાછળ આજી નદીના પાણીમાં બેક્ટેરિયાનો વિકાસ રોકવા અને દુર્ગંધ દૂર કરવા માટે કેમિકલયુક્ત પાણી સતત ટપકતું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક આસ્થાના આ કેન્દ્રને સુંદર, સ્વચ્છ અને દર્શનીય બનાવવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નીતિન નબીનની નવી ટીમ જાહેર:13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, સ્મૃતિની વાપસી- વસુંધરા,રામ માધવનને મોટી જવાબદારી; બીએલ સંતોષ સંગઠન મહામંત્રી
    Next Article
    35 વર્ષના વડોદરાના MP ડો.હેમાંગ જોષી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ:નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment