Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા કૂતરાઓનો ત્રાસ:એપ્રિલમાં 1145 જેટલા લોકોને કૂતરા કરડ્યા તો બીજી તરફ મેના પ્રથમ સપ્તાહમાં જ 279 નિર્દોષ લોકો ડોગ બાઇટનો ભોગ બન્યા

    10 hours ago

    મોરબી શહેર ઉપરાંત ચાર નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રખડતા શ્વાનનો ત્રાસ વધતા જનજીવનન ભયભીત બન્યું છે. છેલ્લા થોડા દિવસથી આકરા તાપ અને ગરમીએ માઝા મૂકી છે તેમ શ્વાનોના સ્વભાવમાં પણ ગરમી પડઘાતી હોય તેમ ડોગ બાઇટના કિસ્સા વધ્યા છે. 36 કલાક પહેલાં અલગ અલગ જગ્યાએ 10 લોકોને બચકાં ભરી લીધાના એક જ દિવસમાં ગઇકાલે એક માસુમ બાળકને શ્વાન ટોળીએ ઘેરી લઇ, આડેધડ બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો અને તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. બીજી તરફ મનપા વિસ્તાર સિવાયના વિસ્તારની હાલત તો ઔર કફોડી બની છે કેમકે અહીં તો શ્વાનના આતંકને રોકવા માટે કોઇ જ આયોજન નથી. મોરબીના ગ્રામ્ય વિસ્તાર જેતપર રોડ ઉપર આવેલા એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો 8 વર્ષનો માસૂમ પુત્ર મધરાત્રે ઘરની બહાર સૂતો હતો. ત્યારે શ્વાનોએ અચાનક આ બાળક પર હુમલો કરી આડેધડ બચકા ભરતા ગંભીર રીતે ઘવાયેલા આ માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આમ તો છેલ્લા સવા મહિનાથી શ્વાનોએ ભારે આંતક મચાવ્યો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. જેમાં મોરબીમાં ગત એપ્રિલ માસમાં 1145 જેટલા શ્વાન કરડવાના બનાવો નોંધાયા હતા. તેમાંય એનાથી પણ વધુ ચાલુ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 279 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા હતા. જો કે, આ તો મહિનાની શરૂઆતમાં જ આટલા બધા કેસ નોંધાયા છે. માસૂમનો જીવ ગયો છતાં મનપાની શેલ્ટર હોમ બનાવવાની કેસેટ! ત્રણ વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છતાં કોન્ટ્રાક્ટર્સ નીરસ મોરબી મનપા સુત્રોએ જણાવ્યું હતું કે અમે શ્વાન પકડવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે, એક બે વાર નહીં, ત્રણ વાર . પરંતુ કોઈ જ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા આગળ આવ્યા જ નથી. જો મોરબીમાં શ્વાન પકડવા ખાનગી એજન્સી તૈયાર ન હોય તો અન્ય કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય કે કેમ તે અંગેના વિકલ્પ પણ મનપાએ વિચારી તેનો અમલ કરવાની લોકોમાં માંગ ઉઠી છે. મોરબી મનપાએ અગાઉ પણ ડોગ શેલ્ટર હોમ બનાવવાની જાહેરાત કર્યા બાદ ફરી આજે જૂની પુરાણી જ કેસેટ વગાડી છે. જેમાં મોરબી શહેરમાં રખડતા કૃતરાઓનો ત્રાસ અસહ્ય બનતા મનપાએ હાલ શહેરના પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે શ્વાનોના વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશનનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે. શ્વાનોના ત્રાસ અને વસ્તી નિયંત્રણ માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન ટૂંક સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનાથી શ્વાનોનો ત્રાસ અને વસ્તી નિયંત્રણમાં આવી શકશે તેવું મનપાના સુત્રોએ જણાવ્યું છે. ત્રણ વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છતાં કોન્ટ્રાક્ટર્સ નીરસ‎ મોરબી મનપા સુત્રોએ જણાવ્યું હતું કે અમે શ્વાન પકડવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે, એક‎બે વાર નહીં, ત્રણ વાર . પરંતુ કોઈ જ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા આગળ આવ્યા જ‎નથી. જો મોરબીમાં શ્વાન પકડવા ખાનગી એજન્સી તૈયાર ન હોય તો અન્ય કોઈ‎વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય કે કેમ તે અંગેના વિકલ્પ પણ મનપાએ વિચારી તેનો‎અમલ કરવાની લોકોમાં માંગ ઉઠી છે.‎
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુ આજે બંગાળના CM તરીકે શપથ લેશે, PM હાજર રહેશે:કોલકાતા પરેડ ગ્રાઉન્ડમાં 1 લાખ લોકો આવશે; વોટરપ્રૂફ ટેન્ટ, ઝાલમુડી સ્ટોલ; સુરક્ષામાં 4000 જવાનો
    Next Article
    રાજ્યસ્તરે‎ નોંધપાત્ર સિદ્ધિ:અમરેલી ITIનું રાજ્યમાં તૃતિય શ્રેષ્ઠ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તરીકે સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment