Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં જ સરકારની દિવાળી ગિફ્ટ:11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ, જન્મથી 40% દિવ્યાંગોને પેન્શન; 3 મોટા નિર્ણયો

    7 hours ago

    કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવેના આશરે 11.40 લાખ પાત્ર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, તેના પર ₹2,009 કરોડનો ખર્ચ થશે. કેબિનેટે દિવ્યાંગ પેન્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે પેન્શન માટે 80%ની જગ્યાએ 40% દિવ્યાંગતા જરૂરી રહેશે અને પાત્રતા જન્મથી લાગુ થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કુલ 3 નિર્ણયો લેવામાં આવ્યા. 1. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના આશરે 11 લાખ 40 હજાર પાત્ર કર્મચારીઓને 78 દિવસનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) આપવામાં આવશે. તેના પર આશરે ₹2,009 કરોડનો ખર્ચ થશે. વૈષ્ણવે કહ્યું કે રેલવે કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે. જ્યારે લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવે છે, ત્યારે પણ કર્મચારીઓ રેલવે ટ્રેક, એન્જિન અને વર્કશોપમાં ફરજ બજાવે છે. તેમની મહેનતને ધ્યાનમાં રાખીને બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2. દિવ્યાંગ પેન્શનના નિયમોમાં ફેરફાર દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ હવે 0થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીઓને ₹375 અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ₹625ની સહાય મળશે. યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગતાની ન્યૂનતમ મર્યાદા 80%થી ઘટાડીને 40% કરવામાં આવી છે. સાથે જ, પેન્શન માટેની ન્યૂનતમ ઉંમરની શરત જન્મથી જ લાગુ થશે. નવા નિયમો, પાત્રતા અને લાભાર્થીઓની સંખ્યા સાથે સંબંધિત માર્ગદર્શિકા ત્રણ મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. 3. સામાજિક સહાય યોજના 5 વર્ષ સુધી ચાલુ રહેશે કેબિનેટે રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP)ને 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ માટે ₹53,428 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 3.20 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળશે. આ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના કરવામાં આવશે. આ અંતર્ગત વૃદ્ધોની પેન્શન યોજનાનું નામ પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અને વિધવા પેન્શન યોજનાનું નામ પ્રધાનમંત્રી વિધવા પેન્શન યોજના કરવામાં આવશે. દિવ્યાંગ પેન્શન યોજનાનું નામ પ્રધાનમંત્રી દિવ્યાંગજન પેન્શન યોજના અને રાષ્ટ્રીય પરિવાર લાભ યોજનાનું નામ પ્રધાનમંત્રી પરિવાર લાભ યોજના કરવામાં આવશે. વૃદ્ધો અને વિધવાઓની પેન્શન યોજનાઓ તેમજ પરિવાર લાભ યોજના અગાઉની જેમ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    What happens after Delhi Police detains you? I saw it first hand
    Next Article
    દીપકે દિલ્હી પહોંચ્યા, એરપોર્ટ પર લોકો બૂમો પાડવા લાગ્યા:કહ્યું- દેશને કેમ બગાડી રહ્યા છો; સૌરવ અને આશુતોષને 5 દિવસ માટે તિહાડ મોકલવામાં આવ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment