Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોળીયાક ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર:ઘોઘા પોલીસે જુગારનું સાહિત્ય-રોકડા રૂપિયા 11,320 જપ્ત કરી પાંચ સામે ગુનો દાખલ કર્યો

    13 hours ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. કોળિયાક ગામમાં આવેલા મંગલ પાનના ગલ્લા પાછળ બાવળની કાટમાં કેટલાક ઈસમો ટોર્ચ લાઈટના અજવાળે તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી આધારે પોલીસે સ્થળ પર તુરંત રેઈડ પાડી હતી. પાંચ આરોપીઓ જુગાર રમતા ઝડપાયા રેડ દરમિયાન જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વાળી પૈસા-પાના વડે જુગાર રમતા બીજલ ધીરુભાઈ સોલંકી, વિક્રમ રવજીભાઈ સોલંકી, નારણ ભુથાભાઈ કંટારીયા, હિતેશ પોલાભાઈ કંટારીયા અને જયપાલ કાનજીભાઈ કંટારીયા (તમામ રહે. કોળિયાક) રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એક ફરાર. 11 હજારનો મુદ્દામાલ જપ્ત કાર્યવાહી દરમિયાન દયાળ ગોબરભાઈ કંટારીયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી જુગારના પટમાંથી રોકડા ₹ 11,300, ટોર્ચ લાઈટ અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 11,320નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે તમામ છ શખસો વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દશેરાએ ઠેર-ઠેર રાવણ દહનના કાર્યક્રમો:રૂપાલમાં પલ્લી બાદ ઘીની નદીઓ વહી, ફાફડા-જલેબીની જ્યાફત; રિવાબા જાડેજા અને પોલીસનું શસ્ત્રપૂજન, અકસ્માતોમાં 11નાં મોત
    Next Article
    તલોદ GIDCમાં ટાયર બનાવતી કંપનીમાં આગ લાગી:ત્રણ ફાયર વિભાગની ટીમો પહોંચી, રજા હોવાથી મોટી જાનહાનિ ટળી, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment