Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 1128 ફોર્મ માન્ય:ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ, હવે 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચાશે

    13 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયા બાદ કુલ 1128 ઉમેદવારી ફોર્મ માન્ય જાહેર કરાયા છે. આ સાથે વિવિધ પંચાયતો અને નગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો માટે 242 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણી બાદ ભાજપના 47, કોંગ્રેસના 47, આમ આદમી પાર્ટીના 30 અને અન્ય 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. તાલુકા પંચાયતની 240 બેઠકો માટે 1051 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી ભાજપના 238, કોંગ્રેસના 236, આમ આદમી પાર્ટીના 126 અને અન્ય 4 ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા છે. પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની કુલ 116 બેઠકો માટે 390 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આમાં ભાજપના 116, કોંગ્રેસના 83, આમ આદમી પાર્ટીના 29 અને અન્ય 71 ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર થયા છે. આગામી કાર્યક્રમ મુજબ, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 છે. મતદાન 26 એપ્રિલ 2026 (રવિવાર) ના રોજ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વૈશાખી પર્વની ધામધૂમથી ઉજવણી:ગુરુદ્વારામાં શીખ અને સિંધી સમાજ મોટી સંખ્યામાં જોડાયો
    Next Article
    Hai Jawani Toh Ishq Hona Hai first look: Varun Dhawan film sparks comparison with Govinda’s film; fans object to AI use

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment