Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1111 ટ્રેક્ટર સાથે ‘ખેડૂત સત્યાગ્રહ’, કોંગ્રેસને AAPનું સમર્થન:મોરબીથી ખેડૂત હળ લઈને આવ્યાં, કારને સ્લોગનથી પેઈન્ટ કરી; રેલી અમદાવાદથી ગાંધીનગર જશે

    5 days ago

    ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવશે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાવાના છે. કોંગ્રેસ દ્વારા કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે. હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે. મોરબીથી એક ખેડૂત હળ સાથે આવ્યાં છે અને તેમની ગાડી પર ‘ખેડૂત મજબૂત તો દેશ મજબૂત’ સહિતના અલગ-અલગ પેઇન્ટિંગો દોરેલા છે, જે લોકોમાં આકર્ષણ બન્યું છે. ઇટાલિયા સહિતના આપના નેતાઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસેના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે. સરકારને અલ્ટીમેટમ આપશે તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચશે. જ્યાંથી તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની પાંચ જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર કૂચ કરશે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટીમેટમ આપશે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે. ખેડૂતોની પાંચ પડતર માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ડુપ્લીકેટ દવા અને બિયારણનો માર પણ ખેડૂતો સહન કરી રહ્યા છે. જે રીતે ટેકાના ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની જમીન જબરદસ્તીથી જમીન સંપાદનમાં સરકાર પચાવી લે છે. એમાં પણ ભાજપના મળતીયા હોય તો એ જમીન રાતો રાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને એક મીટરના 2,000 મળે આ ખેડૂતનું ખેતર એને 20 રૂપિયા પર મીટરના મળે. આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતીયાઓને 2000 પર મીટરના મળે છે. આ રીતે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લે જે રીતે વીજ કંપનીઓ સરકારના ચાર હાથ માથે લઈને આવે છે. ખેડૂતોના ખેતરમાં તમામ નિયમો નિયમ મૂકીને દાદાગીરીથી પોલીસ રક્ષણ સાથે ખેતરમાં ઘૂસી જાય છે. વધુમાં પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ લાઇનના પ્રશ્નો પણ હજુ શરૂ થયા છે. આખા ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. જેથી ગુજરાતના ખેડૂતો આ બધા પ્રશ્નોને લઈને આગામી સમયમાં આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચશે. ટ્રેક્ટર લઈને સરકારને અલ્ટીમેટમ આપવા માટે જઈશું. જો સરકાર નહીં સમજે તો આવનાર દિવસમાં ખેડૂતોને સાથે રાખીને ગુજરાતમાં ધામા નાખવામાં આવશે. જે બાદ સરકારને જવાબ આપવો અઘરી થઈ જશે. સરકારને જગાડવા માટે અમારું આદોલન- લાલજી દેસાઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર IAS અને IPS ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 96 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવે, વ્યાજબી ભાવ માટે, મફત વીજળી આપવાની માંગ સાથે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર જઈશું. વિધાનસભા ઘેરાવ કરવા નહીં પરંતુ સરકારને જગાડવા માટે આંદોલન કરી રહ્યા છીએ. જો છતાં સરકાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીશું.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સારી શરૂઆત કર્યા પછી આઉટ થયો:14 બોલમાં 21 રન ફટકારીને પેવેલિયન પરત ફર્યો; ઈન્ડિયા-Aનો સ્કોર 33/1
    Next Article
    'સરકાર કામ બંધ રાખે તો અમે સામેથી રૂપિયા આપીશું':સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો ગુસ્સામાં, બોલ્યા- ખોબલે ખોબલે મત આપ્યા એ MLAએ ફોન બંધ કરી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment