Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગ સ્ટોરી:નરોડામાં રોજ સરેરાશ 111, બોપલમાં 88 દસ્તાવેજ, 5 વર્ષમાં કુલ 16,32,264 મિલકત વેચાઈ, સોલા-વાડજમાં નોંધણી ઘટી

    19 hours ago

    અમદાવાદમાં વર્ષ 2021થી 2025 સુધીમાં મિલકત નોંધણીની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં શહેરમાં રહેણાક અને કોર્મશિયલ મિલકતોના દસ્તાવેજોની કુલ 16,32,264 નોંધણી થઈ છે. વર્ષ 2021માં કુલ દસ્તાવેજોની સંખ્યા 2.60 લાખ હતી, જે વર્ષ 2025માં વધીને 3.73 લાખને પાર કરી ગઈ છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના નવા વિકસતા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો, એફોર્ડેબલ હાઉસિંગને કારણે અહીં મિલકત ખરીદી વધી છે. જોકે સોલા અને વાડજમાં નવાં મકાનોની નોંધણી ઘટી છે. આ વિસ્તારોમાં દસ્તાવેજો વધ્યા - સાબરમતી: 2021માં રોજ સરેરાશ 8 દસ્તાવેજ થતા હતા, જે હાલ વધીને 82 થયા છે. - વસ્ત્રાલ: 2021માં દરરોજ સરેરાશ 16 દસ્તાવેજ થતાં જ્યારે હાલ 61 દસ્તાવેજ થઈ રહ્યા છે. - બોપલ: 2021માં રોજ સરેરાશ 49 દસ્તાવેજ થતા હતા, જે હાલ વધીને 88 સુધી પહોંચ્યા છે. - નરોડા: 72ની સામે હાલ 111 દસ્તાવેજ થાય છે. નવા વિસ્તારોમાં પ્રોપર્ટીમાં તેજીનાં ત્રણ મુખ્ય કારણ 1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી: સાબરમતીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન ટર્મિનલ અને રિવરફ્રન્ટ ફેઝ-2ના ડેવલપમેન્ટને કારણે રોકાણકારો માટે આ હોટસ્પોટ બન્યું છે. જ્યારે બોપલ વિસ્તાર એસપી રિંગ રોડની કનેક્ટિવિટી અને એસજી હાઈવેની નજીક હોવાનો સીધો ફાયદો મેળવી રહ્યો છે. 2. એફોર્ડેબલ હાઉસિંગ: વસ્ત્રાલ-નરોડા જેવા શહેરની પૂર્વમાં આવેલા વિસ્તારોમાં હજુ પણ મધ્યમ વર્ગને પરવડે તેવા બજેટમાં 2 અને 3 BHK ફ્લેટ સરળતાથી મળી રહે છે. મધ્ય અમદાવાદની સરખામણીએ સસ્તી જમીનો ઉપલબ્ધ હોવાથી નવી સ્કીમો મોટા પ્રમાણમાં આવી રહી છે. 3. નવી TP અને જમીનની ઉપલબ્ધતા: રિંગ રોડની આસપાસના વિસ્તારો શહેરની પેરીફેરી પર હોવાથી ખેતીલાયક જમીનોનું બિન-ખેતીમાં રૂપાંતર ઝડપથી થઈ રહ્યું છે. ડેવલપર્સને ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મોટા પ્લોટ્સ મળી રહ્યા છે, જેથી મેગા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. આ વિસ્તારોમાં મિલકત દસ્તાવેજોની સંખ્યા ઘટી - વાડજ: વર્ષ 2021માં રોજ સરેરાશ 62 દસ્તાવેજ નોંધાતા હતા, જ્યારે હાલ દરરોજ 58 દસ્તાવેજ નોંધાઈ રહ્યા છે. - સોલા: વર્ષ 2023માં દરરોજ સરેરાશ 89 દસ્તાવેજ નોંધાતા હતા, જે હાલ ઘટીને 78 થયા છે. - નિકોલ: વર્ષ 2023માં દરરોજ સરેરાશ 91 દસ્તાવેજ નોંધાતા હતા. આ સંખ્યા ત્યાર બાદનાં વર્ષોમાં સ્થિર થઈ હતી. હાલ સરેરાશ 94 દસ્તાવેજોની નોંધણી થાય છે. જૂના વિસ્તારોમાં નવી નોંધણી અટકી અથવા ઘટી, નવા વિસ્તારોમાં ઇન્ફ્રા, કનેક્ટિવિટીને કારણે પ્રોપર્ટી ટ્રેન્ડ બદલાયો શહેરના સ્થાપિત અને જૂના વિસ્તારોમાં હવે નવા રજિસ્ટ્રેશનમાં ઘટાડો અને સ્થિરતા જોવા મળી રહી છે. જે વિસ્તારોમાં દસ્તાવેજની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેવા વિસ્તારોમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીનો લાભ, એફોર્ડેબલ હાઉસિંગ, નવી ટીપી સ્કીમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ઘટાડો કે સ્થિર રહેવાનું કારણ સેચ્યુરેશન પોઈન્ટ, ભાવ આસમાને પહોંચવા અને ડિમાન્ડ શિફ્ટ થતી જોવા મળી છે. - પુનિત ડાભી, રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ પ્રોપર્ટી ખરીદી સ્થિર કે ધીમી પડવાનાં ત્રણ મુખ્ય કારણ 1. સેચ્યુરેશન પોઈન્ટ, હવે માત્ર રિડેવલપમેન્ટ: વાડજ અને કોટ વિસ્તાર (મધ્ય ઝોન) સંપૂર્ણપણે સેચ્યુરેટ થઈ ગયા છે. ત્યાં નવી સ્કીમો મૂકવા માટે ખાલી જમીન જ બચી નથી. જે કંઈ પણ કામ થઈ રહ્યું છે તે માત્ર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પૂરતું મર્યાદિત છે, જેમાં સમય વધુ લાગે છે અને દસ્તાવેજોની સંખ્યા મર્યાદિત રહે છે. 2. ભાવ આસમાને પહોંચ્યા: સાયન્સ સિટી રોડ સહિતનો વિસ્તાર છેલ્લા થોડા વર્ષોમાં પ્રીમિયમ ઝોન બની ગયો છે. અહીં જમીનના ભાવ એટલા વધી ગયા છે કે બિલ્ડરો માત્ર હાઈ-એન્ડ લક્ઝરી પ્રોજેક્ટ્સ બનાવી રહ્યા છે. આ મોંઘી મિલકતોના ખરીદદારો મર્યાદિત છે, જેને કારણે દસ્તાવેજોની દૈનિક સંખ્યા પીક સમય કરતાં ઘટી છે. 3. ડિમાન્ડ શિફ્ટ થઈ: નિકોલ જેવા વિસ્તારોમાં એકસમયે તેજી હતી, પરંતુ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવો સ્થિર થયા છે. ગ્રાહકો હવે નિકોલની સરખામણીએ તેની બાજુમાં વિકસી રહેલા નવા કઠવાડા, રિંગ રોડના છેવાડાના વિસ્તારો તરફ શિફ્ટ થઈ રહ્યા છે, જ્યાં પ્રોપર્ટી સસ્તી મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઊંડા કૂવામાં ખાબકેલા આધેડનું દિલધડક રેસ્ક્યૂ:ફાયર જવાનોએ પાણીમાં પાઈપો-જાળીઓ વચ્ચેથી મહામહેનતે બહાર કાઢ્યા; જીવ ન બચ્યો
    Next Article
    SS Rajamouli reveals the shocking element at the core of Mahesh Babu’s Varanasi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment