Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 111 દહીંની મટકીઓ ફોડી જન્માષ્ટમી ઉજવાઈ:મોતીપુરાની 12થી વધુ સોસાયટીઓમાં 31મા વર્ષે ભવ્ય ઉત્સવ

    7 hours ago

    હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શારદાકુંજ સોસાયટીમાં શિવ શક્તિ યુવક મંડળ દ્વારા સતત 31મા વર્ષે આ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મોતીપુરા વિસ્તારની શારદાકુંજ, સુંદરવન, નંદનવન, એવન સહિતની 12થી વધુ સોસાયટીઓમાં કુલ 111 દહીંની મટકીઓ લગાવવામાં આવી હતી. યુવકોએ પિરામિડ બનાવીને આ મટકીઓ ફોડી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિવ શક્તિ યુવક મંડળે 30 વર્ષ પહેલા માત્ર એક મટકી લગાવીને જન્માષ્ટમીની ઉજવણી શરૂ કરી હતી. ત્યારથી દર વર્ષે આજુબાજુની સોસાયટીઓ પણ આ ઉત્સવમાં જોડાતી ગઈ અને મટકીઓની સંખ્યામાં વધારો થતો ગયો. ચાલુ વર્ષે 31મા વર્ષમાં 111 મટકીઓ લગાવીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જે એક પરંપરા બની ગઈ છે. શુક્રવારે બપોરે શારદાકુંજ સોસાયટીના ચોકમાં રાધા-કૃષ્ણ ભગવાનની સમૂહ આરતી થઈ હતી. ત્યારબાદ ડીજેના તાલે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં યુવક મંડળના સભ્યો ઉપરાંત સ્થાનિક મહિલાઓ, યુવતીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન અલગ-અલગ જગ્યાએ લગાવેલી દહીં ભરેલી મટકીઓ યુવકોએ પિરામિડ બનાવીને ફોડી હતી. મટકી ફોડ કાર્યક્રમ સમયે હાજર લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો અને આખા વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમી નિમિત્તે હરિ ઓમ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ:ઉપરકોટથી કાળવા ચોક સુધી ગૂંજ્યો જય રણછોડનો નાદ,શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢમાં હરિ ઓમ ગ્રુપ દ્વારા 80મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
    Next Article
    ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે ₹213.85 કરોડની ગ્રાન્ટ મંજૂર:બનાસકાંઠાને સૌથી વધુ ₹13.91 કરોડ અને દાહોદને ₹11.06 કરોડ મળ્યા, રાજ્યના 37 જિલ્લા અને મહાનગરોને મળશે ફંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment