Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં આજે ફરી તબાહી:સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, આ પાંચ કારણોથી રોકાણકારોને કરોડોનું નુકસાન

    18 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 8 ઓક્ટોબરે સતત 9મા અઠવાડિયે ઘટાડો ચાલુ છે. સેન્સેક્સમાં આશરે 1100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 71450 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો છે અને તે 22,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. મેટલ, ઓટો અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરથી ઉપર યથાવત છે. આ ઉપરાંત RBI દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયની પણ બજાર પર નકારાત્મક અસર પડી છે. બજારમાં ઘટાડાના 5 મોટા કારણો 1. RBI દ્વારા આગળ પણ દર વધારવાના સંકેત લગભગ 4 વર્ષમાં પહેલીવાર દર વધારવાની સાથે RBIએ પોતાનું વલણ 'ન્યુટ્રલ'માંથી બદલીને 'કેલિબ્રેટેડ ટાઇટનિંગ' કરી દીધું છે. આવી સ્થિતિમાં આવનારા કેટલાક મહિનાઓમાં RBI વ્યાજદરમાં 1% સુધીનો વધારો કરી શકે છે. આ કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2. બોન્ડ યીલ્ડ 24 વર્ષના રેકોર્ડ સ્તરે ગ્લોબલ માર્કેટમાં બોન્ડ સેલ-ઓફ ઝડપી બનવાથી અમેરિકાના 30 વર્ષના બોન્ડની યીલ્ડ 5.71%ને પાર પહોંચી ગઈ છે. 10 વર્ષના બોન્ડની યીલ્ડ પણ 5.3%થી ઉપર ચાલી ગઈ છે. બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારો શેરબજારમાંથી નાણાં ઉપાડીને ડેટ માર્કેટ તરફ વળે છે. 3. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 102 ડોલરને પાર મિડલ ઈસ્ટમાં તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજો પર વધી રહેલા હુમલાને કારણે બ્રેન્ટ ક્રૂડ 2% વધીને પ્રતિ બેરલ 102 ડોલરને પાર પહોંચી ગયું છે. સપ્લાયમાં વિક્ષેપની આશંકા અને ક્રૂડ ઇન્વેન્ટરીમાં 3.2 મિલિયન બેરલનો ઘટાડો થવાથી તેલના ભાવમાં આ તેજી આવી છે. 4. વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા ધડાધડ વેચવાલી વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારોમાં વેચવાલી કરી રહ્યા છે. બુધવારે FIIsએ 6,121 કરોડ રૂપિયાના શેર વેચ્યા. છેલ્લા 9 કારોબારી સત્રોમાં તેઓ આશરે 57,000 કરોડ રૂપિયાના શેર વેચી ચૂક્યા છે. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 5. ટેકનિકલ સ્તર તૂટવાથી વેચવાલી વધી ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ પોતાના મુખ્ય સપોર્ટ લેવલ તોડી નાખ્યા, જેના કારણે વેચવાલી વધુ તેજ બની ગઈ. એક્સિસ ડાયરેક્ટના વિશ્લેષકોનું કહેવું છે કે નિફ્ટીનું 22,500નું સપોર્ટ લેવલ તૂટી ગયું છે, જેના કારણે હવે તે 22,300 અને ત્યારબાદ 52-સપ્તાહના નીચલા સ્તર 22,180 સુધી પહોંચવાની આશંકા ઊભી થઈ છે. આજે વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીના શેરોનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. તેમાં વિશાલ નિર્મિતિનું લિસ્ટિંગ નેગેટિવ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનું લિસ્ટિંગ પોઝિટિવ રહ્યું. વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીના શેરનું લિસ્ટિંગ આજે વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીના શેરોનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. તેમાં વિશાલ નિર્મિતિનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનું લિસ્ટિંગ પ્રીમિયમ સાથે થયું. વિશાલ નિર્મિતિ: ઇશ્યૂ કિંમત 220 રૂપિયા નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી: ઇશ્યૂ કિંમત 75 રૂપિયા એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 7 ઓક્ટોબરે ઘટાડો રહ્યો ગઈકાલે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 7 ઓક્ટોબરે પણ બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 72,639ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ આશરે 173 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,603 પર બંધ થયો હતો. -------------------------- આ સમાચાર પણ વાંચો: બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર:FD પર હવે વધારે વ્યાજ મળશે, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો RBIએ 7 ઓક્ટોબરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી. હવે તે 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2023 પછી આરબીઆઈએ પહેલીવાર રેપો રેટ વધાર્યો છે. બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખનારા લોકો માટે આ સારા સમાચાર છે. હવે તેમને તેમની FD પર પહેલાં કરતાં વધુ વળતર મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ:પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ અને અમદાવાદ હેરિટેજ હીરોઝની નવી પહેલ; અમદાવાદમાં 4,000 ખેલાડીઓને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ
    Next Article
    ઈ-કોમર્સ કંપનીઓનું ફેસ્ટિવ સેલ આજથી શરૂ:જાણો- ક્યાંથી શું ખરીદવું, મહત્તમ ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું અને હિડન ચાર્જિસથી કેવી રીતે બચવું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment