Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવેમાં નોકરી અપાવવાના બહાને 110 લોકો સાથે 59 લાખની ઠગાઈ:આરોપીએ બનાવટી ઓફર લેટર પણ આપી દીધા, વડોદરાના જીમ ટ્રેનરે ફરિયાદ નોંધાવી

    9 hours ago

    વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી સહિતની ગેંગ દ્વારા જીમ ટ્રેનર સહિત 110 લોકોને કોકણ તથા પ્રતાપનગર રેલવેમાં નોકરી અપાવવાનું કહીને તેમની પાસેથી 58.98 રૂપિયા લાખ પડાવી લીધા હતા. વિશ્વાસ કેળવવા માટે રેલવેની નોકરીના બોગસ ઓફર લેટર પણ ઠગોએ આપી દીધા હતા. જીમ ટ્રેનરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. DRM ઓફિસના વર્કશોપમાં નોકરીની લાલચ આપી વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલી વૈષ્ણવ કોટેશ્વર સોસાયટીમાં રહેતા સુનીલ કામડી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આકાશ સંજયભાઈ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર, વડોદરા) દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2025થી લોકોને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડમાં કોન્ટ્રાક્ટમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતાપનગર સ્થિત ડીઆરએમ ઓફિસના વર્કશોપમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી સુનીલ કામડી સહિત 110 લોકો પાસેથી ઓનલાઈન અને રોકડ મળી 58.98 લાખ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી. પૈસાની માગણી કરતા પવાર સાહેબને આપ્યાનું કહ્યું આકાશ ચૌહાણે વિશ્વાસ કેળવવા માટે કોંકણ રેલ્વેના નામે બનાવટી ઓફર લેટર પણ આપ્યા હતા, પરંતુ નોકરી અપાવી ન હતી. ઘણો સમય થઈ ગયો હોય પરંતુ નોકરી નહીં અપાવતા તેમને શંકા જતા આકાશ ચૌહાણ પાસે રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે આરોપી રૂપિયા પરત આપતો ન હતો. આરોપી આકાશ ચૌહાણે પોતે વસૂલ કરેલી રકમ ‘પવાર સાહેબ’ નામના વ્યક્તિને ટ્રાન્સફર કરી હોવાનું જણાવ્યું છે. જેના આધારે શંકા છે કે, આ સમગ્ર મામલામાં આકાશ ચૌહાણ તથા પવાર નામના વ્યક્તિ સહિત અન્ય ખાતાધારકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે બે સામે ગુનો નોંધ્યો આરોપી આકાશ ચૌહાણ પવાર સહિતની ગેંગે ભેગા મળીને લોકોને નોકરી અપાવવાની લાલચ આપી ખોટા ઓફર લેટર બનાવી તેને સાચા હોવાનું દર્શાવી સુનીલ કામડી અને તેમના સગા-સંબંધીઓ અને મિત્રો દિલીપ સુર્યવંશી, કિશોર કામડી, મજૂર પવાર, શુભમ કોકણી, દીપક પડગુજર, રોહિત રતિલાલ સહિત 110 લોકોને નોકરી અપાવવાનું કહીને રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ મામલે આરોપી ચૌહાણ અને પવાર નામના વ્યક્તિ સહિત અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ક્રિએટર્સ કોન્ક્લેવમાં 60+ ક્રિએટર્સ સન્માનિત:રાષ્ટ્ર નિર્માણ હેતુ જિલ્લા ભાજપે સોશિયલ મીડિયા ક્રિએટર્સને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    'Ranveer Singh Took Breaks From Dhurandhar Shoot To Take Care Of Pregnant Deepika Padukone,' Says Co-Star Abhay Arora

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment