Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવલખી મેદાનમાં ખેલૈયાની રમઝટ, અદભૂત ડ્રોન નજારો:વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં 60 હજારથી વધુ લોકો ગરબે ઘૂમ્યા, જાણે મેદાન ટૂંકુ પડ્યું!

    10 hours ago

    વડોદરામાં ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ (VNF) દ્વારા સત્તત 12મા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એક સાથે 60 હજારથી વધુ ખેલૈયાએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેનો અદભૂત ડ્રોન નજારો સામે આવ્યો છે. 2015થી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલવનું આયોજન આ અંગે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજક મયંક પટેલે જણાવ્યું કે, વડોદરાવાસીઓએ માઁ શક્તિ અને ભક્તિ સ્વરૂપે 60,000 કરતાં વધુ ખેલૈયાઓ સાથે આ ગ્રાઉન્ડમાં માઁ જગદંબાની આરાધના કરી છે. 2015થી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે, માઁ જગદંબાની આરાધનાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ 12મા વર્ષે અદભુત અને અકલ્પ્ય પ્રેમ તથા લોકો તરફથી મળેલા ઉત્સાહવર્ધક પ્રતિસાદને જોઈને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે. વધુને વધુ ખેલૈયાઓ ભાગ લેતા હોવાથી દર વર્ષે ગ્રાઉન્ડ મોટું કરવામાં આવે છે, તેમ છતાં હજી પણ ગ્રાઉન્ડ વધારવું પડશે તેવી અનુભૂતિ થાય છે. આ નવરાત્રિનો અસલી રેકોર્ડ માઁ જગદંબાનો છે અને આયોજકો તો માત્ર તેમના સેવક તરીકે આ ચાચર ચોક સજાવીને ભક્તિનું ઘોડાપૂર લાવવાનું કાર્ય કરે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં નવરાત્રી 2026 ની ધૂમ, વસ્ત્રાપુર, અમદાવાદમાં ચોથા નોરતે ગાયક સત્યેન વાઘેલા સાથે ગરબાની રમઝટ
    Next Article
    Video: Surat's 36-Year-Old Skating Garba Tradition Eyes New World Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment