Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોલવણમાં પૂરથી ફસાયેલા 11 નાગરિકોને બચાવાયા:SDRF અને વહીવટી તંત્રની ત્વરિત કામગીરી, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    7 hours ago

    તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ઢોડિયાવાડ ફળિયામાં પાણી ભરાઈ જતાં 11 ગ્રામજનો ફસાયા હતા. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ ચાલુ છે, જેના કારણે નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ડોલવણ તાલુકાના ઢોડિયાવાડ ફળિયામાં અચાનક પાણી ભરાઈ જતાં 11 ગ્રામજનો ફસાયા હોવાની જાણ થતાં જ વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. SDRFના જવાનોએ ભારે વરસાદ અને પાણીના જોખમી પ્રવાહ વચ્ચે બોટની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. પૂરમાં ફસાયેલા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ 11 નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પર ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્ર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને પાણી ઓસરતાં જ વ્યવસ્થાઓ પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    CJP Jantar Mantar Protest पर Alia Bhatt, R. Madhavan, Rajkummar Rao, छात्रों का किया Support Mumbai
    Next Article
    તાપીમાં ભારે વરસાદથી 170 રસ્તાઓ બંધ:જનજીવન પ્રભાવિત, માર્ગો બંધ થતા વાહનવ્યવહાર ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment