Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મામા, જાય છે...લૂંટાઈ ગયા!', 11 લાખની લૂંટના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:₹40 લાખની ઉઘરાણીથી બચવા ભાણેજે જ હાઇવોલ્ટેજ ડ્રામા રચ્યું હતું

    2 days ago

    શહેરના નાનામવા રોડથી સાગર ચોક તરફ જતા માર્ગ પર ધોળા દિવસે ₹11 લાખની રોકડ ભરેલી બેગની લૂંટ થઈ હોવાના ચકચારી બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મામા પાસેથી લીધેલા ₹40 લાખ પરત ન ચૂકવવા પડે તે માટે ખુદ ભાણેજે જ પોતાના અંગત મિત્રો સાથે મળીને ફિલ્મી ઢબે લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આ કાવતરાનો પર્દાફાશ કરી પોલીસ કોન્સ્ટેબલને ફરિયાદી બનાવી ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'મામા, જાય છે...' કહી બાઇકને લાત મરાવી ઊભું કર્યું નાટક બનાવની વિગત મુજબ, રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલાને તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલા પાસેથી અગાઉ આપેલા ₹40 લાખની ઉઘરાણી નીકળતી હતી. ધીરેન્દ્રસિંહે તેમાંથી હાલ ₹11 લાખ આપવાની વાત કરી મામા હરદેવસિંહને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ હરદેવસિંહ પોતાના બાઇક પર ધીરેન્દ્રસિંહને સાથે બેસાડી મોટામવા ખાતે રહેતી સાળીના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાનામવા રોડથી સાગર ચોક તરફના રસ્તા પર પાછળથી નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલા બે શખ્સોએ હરદેવસિંહના બાઇકને જોરથી લાત મારી હતી. આ સમયે પાછળ બેઠેલા ધીરેન્દ્રસિંહે ‘મામા, જાય છે, મામા જાય છે’ કહી બાઇક પાછળ દોડાવવા જણાવ્યું હતું અને થોડીવારમાં બંને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હોવાનો દેખાવ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી ₹11 લાખ ભરેલી બેગ લૂંટાઈ ગયાની ખોટી વર્દી લખાવી હતી. પોલીસ પૂછપરછમાં ભાણેજ ભાંગી પડ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન ધીરેન્દ્રસિંહની પૂછપરછ હાથ ધરતાં તેના જવાબોમાં અનેક વિસંગતતાઓ જણાઈ હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ધીરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે આખી યોજનાની કબૂલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું કે, મામા હરદેવસિંહ પાસેથી લીધેલા ₹40 લાખ પરત કરવાની આર્થિક સગવડ ન હોવાથી ઉઘરાણીમાંથી છૂટકારો મેળવવા માટે તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું. ત્રણ શખ્સો સામે છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ તપાસમાં સામે આવ્યું કે ધીરેન્દ્રસિંહે તેના બે પરિચિત મિત્રો ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવા સાથે મળીને પહેલેથી જ પૂર્વઆયોજિત સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. યોજના મુજબ બેગમાં મોટી રકમ હોવાનો માત્ર આભાસ ઊભો કરવામાં આવ્યો હતો અને રસ્તામાં મિત્રોને એ બેગ સોંપી દઈ લૂંટ થઈ હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી. પોલીસે આ સમગ્ર મામલે કાયદાનો દુરુપયોગ કરવા, પોલીસને ગેરમાર્ગે દોરવા તેમજ ગુનાહિત ષડયંત્ર રચવા બદલ ધીરેન્દ્રસિંહ વાઘેલા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને ભાવેશ ખુવા સામે ગુનો નોંધી કાયદેસરના પગલાં ભર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર અકસ્માતમાં 3ના મોત:એક્ટિવા-બાઈક સામસામે અથડાતાં પતિ-પત્ની સહિત 3ને કાળ ભરખી ગયો, એક ગંભીર
    Next Article
    લાલપુરના ડબાસંગ-ગજણા ફાટક પાસેથી દારૂ-બિયર સાથે એક ઝડપાયો:₹46,200નો મુદ્દામાલ જપ્ત, જામનગરનો અજય ગોસ્વામી વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment