Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં 11 મેના રોજ સ્વાભિમાન પર્વ ઉજવાશે:PM મોદી રોડ શો, કુંભાભિષેક અને જનસભાને સંબોધિત કરશે

    10 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિરની મુલાકાત લેશે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ મુલાકાત "સ્વાભિમાન પર્વ" અને નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાઈ રહી છે. આ પ્રસંગે 8 થી 12 મે દરમિયાન પાંચ દિવસીય વૈદિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર સોમનાથધામ ભક્તિમય વાતાવરણ અને વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે. 11 મેના રોજ સવારે પ્રધાનમંત્રી જામનગરથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ પહોંચશે. ત્યાંથી તેઓ સોમનાથ મંદિર સુધી રોડ શો કરશે. હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધી હજારો કાર્યકરો, સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન માર્ગ પર દેશભક્તિના નારા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત વાદ્યો સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળશે. સોમનાથ મંદિર ખાતે પ્રધાનમંત્રી પાઠાત્મક અને હોમાત્મક અતિરુદ્ર યજ્ઞમાં ભાગ લેશે. પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કુંભાભિષેક પૂજાનું પણ આયોજન કરાયું છે. આ પૂજામાં દેશની વિવિધ પવિત્ર નદીઓમાંથી લાવવામાં આવેલા જળનું વૈદિક વિધિથી પૂજન કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રીના હસ્તે મંદિરના શિખર પર સ્થિત કળશ પર જળાભિષેક કરવામાં આવશે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ બપોરે સદ્ભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેરસભા યોજાશે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનમેદનીને સંબોધિત કરશે. આ જાહેરસભામાં રાજ્યભરના ભાજપ કાર્યકરો, સંત સમાજ, વેપારીઓ, યુવાનો અને હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, હેલિપેડ, રોડ શો રૂટ અને સભા સ્થળ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, SPG અને અન્ય એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરની સફાઈ, લાઇટિંગ અને સજાવટના કાર્યોને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. સોમનાથમાં યોજાનાર આ કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવનો મહોત્સવ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    વંથલીના સુખપુરમાં જંગલી ભૂંડનો આતંક:ખેતરમાં ભેંસો ચરાવતા આધેડ પર હુમલો કર્યો, સાથળ અને માથાના ભાગે ભર્યા બચકાં
    Next Article
    જયેશ રાવલને મુખ્યમંત્રીએ 'ધરતી રત્ન' એવોર્ડ આપ્યો:રણ વિસ્તારમાં 50,000થી વધુ વૃક્ષો ઉછેરી હરિયાળી ક્રાંતિ સર્જી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment