Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસે ગુમ થયેલા 11 વર્ષીય બાળકને શોધી કાઢ્યો:PI ચોપરાના માર્ગદર્શન હેઠળ પરિવાર સાથે સુરક્ષિત પુનર્મિલન કરાવ્યું

    2 days ago

    ગઢડા પોલીસે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી ગુમ થયેલા 11 વર્ષીય બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે. પોલીસે બાળકનું તેના પરિવાર સાથે સુરક્ષિત પુનર્મિલન કરાવ્યું હતું. બાળક ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘરેથી નીકળી ગયો હતો, જેના પગલે પરિવાર ચિંતાતુર બન્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક ગઢડા પોલીસનો સંપર્ક કરી જાણ કરી હતી. PI કે.એન. ચોપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાળકની શોધખોળ હાથ ધરી હતી. PSI હેરમા અને સર્વેલન્સ ટીમે ટેક્નિકલ માહિતી તથા સઘન તપાસના આધારે બાળકને બોટાદ શહેરમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાળકને તેના વાલી-વારસને સુપરત કર્યો હતો. બાળક હેમખેમ મળી આવતા પરિવારજનોએ ગઢડા પોલીસની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની સમયસર અને સંવેદનશીલ કામગીરીને કારણે સ્થાનિકોમાં પણ ગઢડા પોલીસની પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 40 પેઢીઓમાં ચેકિંગ:વાસી નૂડલ્સ, પ્રતિબંધિત કલર મળતા નોટિસ અપાઈ
    Next Article
    "Fake News Alert": US Envoy Trashes Report India Rejected Quick Trade Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment