Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 હજાર વિદ્યાસહાયક ભરતીમાં OBCને 27% અનામત આપવાની માગ:ઉમેદવારોની ચાર મુખ્ય માગણી, જિલ્લા રોસ્ટર જાહેર કરવા રજૂઆત

    2 days ago

    ધોરણ 1થી 5ની વિદ્યાસહાયક ભરતીમાં OBC (SEBC) ઉમેદવારોને બંધારણીય જોગવાઈ મુજબ સંપૂર્ણ 27% અનામતનો લાભ આપવા તેમજ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા રજૂઆત કરવામાં આવી છે. તા. 18 જૂન, 2026ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં હાલની 11,000 વિદ્યાસહાયક ભરતીમાં OBC ઉમેદવારોના હક અને અગાઉની ભરતીમાં વંચિત રહેલા લાયક ઉમેદવારોના પ્રશ્નો અંગે તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે 11,000 વિદ્યાસહાયકની હાલની ભરતીમાં OBC માટે 27% અનામત મુજબની બેઠકો સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવે અને જો એક પણ બેઠક ઓછી ન પડે તે રીતે યોગ્ય પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવે. સાથે જ જિલ્લા આધારિત રોસ્ટર રજિસ્ટર, કેટેગરીવાર જગ્યાઓ અને પસંદગી મેરિટની વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે. નિયમ મુજબ OBC ઉમેદવારોને ન્યાય આપવા રજૂઆત ઉમેદવારોનું કહેવું છે કે અગાઉની ભરતીમાં રોસ્ટર, ઓછી જગ્યાઓ અથવા પ્રક્રિયાગત ખામીઓને કારણે કેટલાક લાયક OBC ઉમેદવારો વંચિત રહ્યા હોય તો તેમના કેસની યોગ્ય રીતે સમીક્ષા કરવામાં આવે. અગાઉની ભરતીમાં વંચિત રહેલા લાયક OBC ઉમેદવારોને નિયમ મુજબ ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં વધુમાં માગ કરાઈ છે કે કોઈ રોસ્ટર ખામી હોય તો વર્તમાન ભરતી પૂર્ણ થાય તે પહેલાં તેનો કાયદેસર અને પારદર્શક નિકાલ કરવામાં આવે. ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે રોસ્ટર રજિસ્ટરની ચકાસણી, કેટેગરીવાર જગ્યાઓ તથા મેરિટ સંબંધિત વિગતો જાહેર કરવાની માગ કરી છે. ઉમેદવારોની 4 મુખ્ય માગ 1. 11,000 વિદ્યાસહાયક ભરતીમાં OBC (SEBC) માટે 27% અનામતની બેઠકો સ્પષ્ટ જાહેર કરવી. 2. જિલ્લા પ્રમાણે રોસ્ટર રજિસ્ટરની ચકાસણી કરી કેટેગરીવાર જગ્યાઓ અને મેરિટની પારદર્શક વિગતો જાહેર કરવી. 3. અગાઉની ભરતીમાં વંચિત રહેલા લાયક OBC ઉમેદવારોને નિયમ મુજબ ન્યાય અને યોગ્ય તક આપવી. 4. રોસ્ટરમાં કોઈ ખામી હોય તો ભરતી પૂર્ણ થાય તે પહેલાં તેનો કાયદેસર તથા પારદર્શક નિકાલ કરવો. રજૂઆતમાં આ મુદ્દાને સામાજિક ન્યાય, બંધારણીય અધિકાર અને લાયક ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલો ગણાવી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથે 4 સિસ્ટમ સક્રિય:આજે સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે
    Next Article
    Microsoft Researcher Explains Why He Chose India Over Canada After His PhD

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment