Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 વાગ્યે બિહાર CMના શપથ લેશે સમ્રાટ ચૌધરી:શપથ પહેલાં જ મળી CMની સિક્યોરિટી; સમ્રાટ પંચમુખી હનુમાન મંદિરે પહોંચ્યા

    1 week ago

    આજે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે લોકભવનના જર્મન હેંગરમાં યોજાશે. સમ્રાટની સાથે JDUના ધારાસભ્ય વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. સમ્રાટ ચૌધરી માટે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શપથ ગ્રહણ કરતા પહેલા સમ્રાટ ચૌધરી પંચમુખી હનુમાન મંદિરમાં પૂજા કરવા ગયા હતા. તેઓ સીધા રાજભવન જશે. શપથ ગ્રહણ કર્યા પછી સમ્રાટ ચૌધરી રાજ્યના 24મા મુખ્યમંત્રી બનશે. સમ્રાટના શપથ ગ્રહણ સાથે બિહારમાં આ પહેલી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર હશે. નીતિશ કુમારે સોમવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા છે. તેમણે 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી પદ સંભાળ્યું. મેં નીતિશ કુમારજી પાસેથી સરકાર ચલાવતા શીખ્યું છે... ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, 'ભાજપે મને કામ કરવાની તક આપી. રાજકીય રીતે હું લગભગ 30 વર્ષથી કામ કરી રહ્યો છું. પહેલા કોઈ વિચારધારા નહોતી. હું આ પાર્ટીમાં જ્યારે પીએમ મોદીના વિચારોથી આ પાર્ટી સાથે જોડાયો, 2015ની ચૂંટણીથી સતત હું ભાજપ માટે કામ કરતો રહ્યો. નીતિશ કુમારજીએ બિહારનો જે વિકાસ કર્યો છે તેને અમે વધુ આગળ લઈ જઈશું. નીતિશ કુમારજીએ મને ઘણું શીખવ્યું છે. તેમની સાથે રહીને સરકાર ચલાવતા શીખ્યું છે. નીતિશ કુમારે જે રીતે સમૃદ્ધ બિહારનું સપનું જોયું છે, અમે બધા મળીને બિહાર અને દેશને સમૃદ્ધ બનાવવાનું કામ કરીશું.' NDAની બેઠકમાં સમ્રાટ નીતિશને પગે લાગ્યા સમ્રાટ ચૌધરીને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠકમાં નીતિશ સમ્રાટના પ્રસ્તાવક બન્યા. નીતિશે તેમને માળા પહેરાવી. ધારાસભ્યોએ તાળીઓ પાડી. સમ્રાટે પણ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા પછી તેમણે કહ્યું, 'મેં નીતિશજી પાસેથી રાજનીતિ શીખી છે. તેમની સાથે મેં કામ કર્યું છે. તેમના સમૃદ્ધ બિહારને વધુ આગળ લઈ જવાનું છે. રાજીનામા પછી નીતિશે કહ્યું- હવે નવી સરકાર કામ સંભાળશે નીતિશ કુમારે મંગળવારે બપોરે 3.15 વાગ્યે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામા પછી તેમણે X પર લખ્યું- ‘હવે નવી સરકાર અહીંનું કામ સંભાળશે. નવી સરકારને મારો પૂરો સહયોગ રહેશે. આગળ પણ ખૂબ સારું કામ થશે, બિહાર ખૂબ આગળ વધશે.’ ભાસ્કર સર્વે પર લાગી મહોર ભાસ્કરે CM ચહેરા માટે સર્વે કર્યો હતો, જેમાં 34% લોકોએ સમ્રાટ ચૌધરીને પસંદ કર્યા હતા. નિશાંત કુમાર 31% સાથે બીજા નંબરે રહ્યા હતા. સર્વે 4 થી 9 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 47 હજાર લોકો સામેલ થયા હતા. અમારા 550 રિપોર્ટર્સ બિહારના 38 જિલ્લાઓ અને 534 બ્લોકમાં પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CBSE Class 10th Result 2026 LIVE Updates: Websites to download results when released?
    Next Article
    AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ:સુરતમાં AAPના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના; પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment