Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ધોળા દિવસે રૂ.11 લાખની લૂંટ:મામા ભાણેજને બાઈક સવાર બેલડીએ આંતરી લૂંટ ચલાવી, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

    2 weeks ago

    રાજકોટ શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર સાગર ચોક નજીક બાઇકમાં રૂપિયા 11 લાખ ભરેલો થેલો લઈને જતા મામા ભાણેજને આંતરી બે બાઈક સવાર લૂંટ ચલાવી નાસી ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લૂંટ કેસમાં ભાણેજ શંકાસ્પદ લાગતા પોલીસે શંકાસ્પદ લૂંટ દિશામાં પણ તપાસ શરૂ કરી છે અને કોઈ જાણ ભેદુની સંડોવણી છે કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર સાગર ચોક નજીક આજે બપોરના 2.30 વાગ્યા આસપાસ લૂંટની ઘટના બનવા પામી છે. જેમાં એક બાઇકમાં મામા ભાણેજ રૂપિયા 11 લાખ ભરેલો થેલો લઈને જતા હતા દરમિયાન પાછળથી બાઇકમાં આવેલ બેલડીએ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેના આધારે પોલીસે લુટારુઓનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભક્તિનગર વિસ્તારના ઘનશ્યામ નગરમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા અને ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાઈક લઈને જતા હતા ત્યારે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ લૂંટની ઘટનામાં લૂંટારુઓ અને ભાણેજ શંકાસ્પદ હોવાથી પોલીસ શંકાસ્પદ લૂંટ દિશામાં પણ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    70 મનોદિવ્યાંગ બાળકોના મનમોહક ગરબા:રાજકોટમાં અન્વિકશિકી ફાઉન્ડેશનના નેજા હેઠળ અનોખો નવરાત્રિ મહોત્સવ યોજાયો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધંધા સામે આક્રમક માહોલ: નૌશાદ સોલંકીએ આપી ચીમકી:પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી જનતા રેડ કરવા અલ્ટીમેટમ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment