Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલાવાડ ઉપર જળસકંટના વાદળ:જિલ્લાના 11 ડેમમાંથી માત્ર 90 દિવસમાં જ 21% પાણી‎વપરાઇ ગયું ! 57% પાણી ઉનાળા સુધી ચલાવવું પડશે

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મેઘરાજાની ભારે ખેંચાણ રહેતાં તેની સીધી અને ગંભીર અસર જિલ્લાના જળાશયો અને પીવાના પાણીની સ્થિતિ પર પડી છે. ગત વર્ષ 2025ની સરખામણીએ વર્ષ 2026માં જિલ્લાના સરેરાશ વરસાદમાં 19.84% જેટલો સીધો ઘટાડો નોંધાયો છે. ઓછા વરસાદને લીધે ધારી ડેમમાં 92.69, નિંભણી 58.58%, મોરસલ 48.62% અને સબુરી 39.78% જેવા ડેમોના જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.આગામી દિવસોમાં જો નર્મદા કેનાલ કે અન્ય સ્રોતમાંથી પૂરતું પાણી મેળવવામાં નહીં આવે તો શિયાળુ પાક અને આગામી ઉનાળામાં ભારે તંગીનો સામનો કરવો પડશે. જિલ્લાના 11 મુખ્ય ડેમોમાં 3-8-2026ની સ્થિતિએ 3059.83 મેટ્રિક ઘનફૂટ 79.59% પાણી હતું, ત્યારે હાલ 2-11-2026ની સ્થિતિએ 2223.46 મેટ્રિક ઘનફૂટ 57.83% પાણી રહ્યું છે. આમ, 92 દિવસોમાં 836.37 મેટ્રિક ઘનફૂટ એટલે કે 21.75% પાણી વપરાઈ ગયું છે. જો વર્તમાન દૈનિક સરેરાશ વપરાશ 9.90 મેટ્રિક ઘનફૂટ/દિવસ મુજબ જ વપરાશ ચાલુ રહેશે, તો હવે બાકીનું પાણી આશરે 225 દિવસ ચાલશે. પેટા - 2223.45મેટ્રિક ઘનફૂટ પાણીમાંથી દૈનિક 9.90 મેટ્રિક ટન પાણી વપરાઇ રહ્યું છે ધોળીધજામાંથી રોજ 400 ક્યુસેક વપરાશ કોઇ ડેમમાં વધુ પુરવઠો જોઇએ તો સૌની યોજના અને નર્મદાના પાણી વડે તે ડેમો ભરવામાં આવશે. ધોળીધજા ડેમ સીધો નર્મદા સાથે કનેક્ટેડ છે. વડોદ ડેમ અને નાયકા ડેમ પણ કેનાલ નેટવર્કથી જોડાયેલા હોવાથી પાણી પ્રશ્ન ઊભો નહીં થાય. બોટાદ બ્રાન્ચ અને મનપા વિસ્તારમાં રોજનું 400 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની વિગત સાયલા તાલુકામાં 50 ટકા તો થાનમાં 34 ટકા સુધી વરસાદ ઓછો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની આજની સ્થિતિ(મેટ્રીક ઘનફુટમાં)
    Click here to Read More
    Previous Article
    પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત, ભાજપ કાઉન્સિલરોને તક:થરા પાલિકાના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી, ઠક્કર અથવા જૈન સમાજને તક
    Next Article
    રાસોત્સવ : 2026માં આહીર સમાજની સ્વદેશી અપનાવવા અપીલ:સુરેન્દ્રનગરમાં આહીર સમાજ પરંપરાગત વેશભૂષામાં ભક્તિના રંગે રંગાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment