Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 વર્ષ જૂના બાનાખત બાદ જમીનના વિવાદમાં નવો વળાંક આવ્યો:વડોદરાના શેરખીની 7 લાખ રૂપિયામાં વેચેલી જમીનનો અન્ય બે જણ સાથે બારોબાર 19.72 લાખમાં સોદો થઈ ગયો

    6 hours ago

    વડોદરાના શેરખીની જમીનનો સોદો થયા બાદ 7.01 લાખ રૂપિયાની ચુકવણી કરી અને કબજો પણ આપવામા આવ્યો હોવા છતાં વર્ષો બાદ એ જ જમીન અન્યના નામે કરી 19.72 લાખ રૂપિયામાં વેચીને ઠગો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જમીન અંગે કોર્ટમાં વિવાદ અને પોલીસ કેસની જાણ હોવા છતાં કાવતરું રચી નવો દસ્તાવેજ કરીને તેમના હક-હિતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. અટલાદરાના 66 વર્ષીય ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે છેતરપિંડી કરનાર ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના અટલાદરા ખાતે રહેતા શિવાભાઈ હિરાભાઈ પ્રજાપતિ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2015માં દલાલ મારફતે શેરખી ગામે રહેતા રમણભાઈ ભાઈલાલભાઈ પઢિયારનો સંપર્ક થયો હતો. રમણભાઈએ શેરખી ગ્રામ પંચાયતની હદમાં આવેલી જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી વેચાણ કરવાની વાત કરી હતી. સોદો નક્કી થયા બાદ તા.29 જૂન, 2015ના રોજ બાનાખત કરવામાં આવ્યો હતો. શિવાભાઈએ જમીનના અવેજ પેટે રૂ.51 હજાર ટોકન, SBIના ચેકથી રૂ.2 લાખ અને રૂ.4.50 લાખ રોકડા મળી રૂ.7.01 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ રમણભાઈએ જમીનનો કબજો પણ સોંપી કબજા પાવતી કરી આપી હતી. બાનાખત અને નાણાંની ચુકવણી બાદ પણ રમણભાઈ પઢિયારે તા.20 માર્ચ, 2018ના રોજ આ જ જમીન વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને જગદિશભાઈ બાબાભાઈ પટેલને રૂ.19.72 લાખમાં વેચાણ દસ્તાવેજથી વેચી દીધી હતી. આ જાણ થતાં શિવાભાઈએ પોતાના હક માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા 28 જુલાઈ, 2021ના રોજ મિલકત જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાળવવા વચગાળાનો હુકમ કરાયો હતો. બીજી તરફ, જમીનના વેચાણના મામલે શિવાભાઈએ વર્ષ 2020માં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં રમણભાઈ પઢિયાર સહિત જમીન ખરીદનાર વિષ્ણુભાઈ અને જગદિશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ ચાર્જશીટ પણ રજૂ થઈ હોવાનું અને ફોજદારી કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. કોર્ટનો વિવાદ અને પોલીસ કેસની જાણ હોવા છતાં ફરી દસ્તાવેજી ખેલ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિષ્ણુભાઈ પટેલ અને જગદિશભાઈ પટેલે ભરતકુમાર બાવાલાલ રોકડ તથા પ્રજયકુમાર બાવાલાલ રોકડ ભેગા મળી તેમના કાયદેસરના હક-હિતો અને નાણાકીય હકોને નુકસાન પહોંચાડવાના ઇરાદે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાયો છે. સમગ્ર પ્રકરણમાં ચારેય આરોપીઓની ભૂમિકા અંગે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ફરિયાદી શિવાભાઈ પ્રજાપતિએ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માંડવીમાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદ:મંદિરમાં પાણી-ગાડીઓ ડૂબી, રેડ એલર્ટની આગાહી વચ્ચે કચ્છમાં બારે મેઘ ખાંગા, PM મોદીનાં બર્થડે પર ગુજરાતમાં વિશેષ ઉજવણી
    Next Article
    "They Lied To Me": Neena Gupta Claims She Was Replaced In Shrimaan Shrimati After Being Promised Archana Puran Singh Would Not Return

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment