Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેશોદ-માંગરોળમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ, ગુજરાત માથે 5 સિસ્ટમ, આજે 20 જિલ્લામાં આગાહી, USની હોટલમાં 3 ગુજરાતી જીવતાં ભૂંજાયા

    13 hours ago

    નમસ્તે, રામ મંદિર ચઢાવો ચોરી મામલાના બે આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલશે. પ્રશાસને આની તૈયારી કરી લીધી છે. બીજી તરફ, ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં તેમના પુત્ર સામેલ નહીં થાય. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ સમાચાર જણાવીશું, જેમાં તેમણે જાપાનના પીએમને પોતાના નાના બહેન ગણાવ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં આરોપી સોનમના જામીન રદ કરાવવાના મામલામાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર ટ્રસ્ટી અનિલ મિશ્રાની બંધ રૂમમાં પૂછપરછ:SITએ ગોપાલ રાવને બહાર બેસાડ્યા, દાન ચોરીના બે આરોપીઓના ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના કેસમાં ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાની મંદિરના એક બંધ રૂમમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા એક કલાકથી પૂછપરછ ચાલી રહી છે. આમંત્રિત ટ્રસ્ટ સભ્ય ગોપાલ રાવને રૂમની બહાર ખુરશી પર બેસાડવામાં આવ્યા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની રવિવારે 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેને ક્રોસ ચેક કરવા માટે અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પૂછપરછ થઈ રહી છે. SIT આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની નિમણૂકમાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મોદીએ જાપાનના PMને નાની બહેન કહ્યા:જાપાનની મદદથી દેશમાં ખાતરના 1000 કારખાના લાગશે; કહ્યું- સુઝુકી બે-તૃતીયાંશ કાર ભારતમાં બનાવી રહી છે ભારત અને જાપાને આર્થિક ભાગીદારીને નવી ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત-જાપાન જોઈન્ટ ઈકોનોમિક ફોરમમાં વડાપ્રધાન મોદીએ જાપાની કંપનીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે 'જાપાન બિઝનેસ વીક' શરૂ કરવાની જાહેરાત કરી. આ અંતર્ગત PMOના વરિષ્ઠ અધિકારીઓ સીધા જાપાની રોકાણકારો સાથે વાતચીત કરશે. મોદીએ કહ્યું કે આજે દુનિયામાં વેચાતી સુઝુકીની બે તૃતીયાંશ કારો ભારતમાં બની રહી છે અને તેને 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જાપાનના સહયોગથી દેશમાં લગભગ 1000 ખાતર (ફર્ટિલાઇઝર) કારખાના સ્થાપિત કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મમતાથી અલગ થયેલું બળવાખોર જૂથ બોલ્યું- અમે અસલી TMC:ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી, કહ્યું- જલ્દી નિર્ણય લો; તૃણમૂલમાંથી 58 ધારાસભ્યો અલગ થયા હતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથે ગુરુવારે બપોરે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી. બળવાખોર જૂથનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળ્યું હતું. ધારાસભ્યોએ પક્ષમાં થયેલા સંગઠનાત્મક ફેરફારો અને નવી રાષ્ટ્રીય કાર્યકારિણી (NWC) ને માન્યતા આપવાની માંગ કરી. મુલાકાત બાદ બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જીએ કહ્યું- અમે જ અસલી TMC છીએ, ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. આશા છે કે તેઓ જલ્દી નિર્ણય લેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ખામેનીના અંતિમ સંસ્કારમાં પુત્ર મુજતબા સામેલ નહીં થાય:ઇઝરાયલી હુમલાનો ખતરો; 7 દિવસ પછી અયાતુલ્લાહ ખામેનીની દફનવિધિ કરાશે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેની સુરક્ષાના કારણોસર તેમના પિતાની અંતિમવિધિમાં સામેલ નહીં થાય. આ માહિતી ઈરાનના સુપ્રીમ લીડરના એક પ્રતિનિધિના હવાલાથી સામે આવી છે. અહેવાલો અનુસાર, સુરક્ષા એજન્સીઓને ઇઝરાયલી હુમલાનો ડર છે, તેથી તેમણે મુજતબાને અંતિમ સંસ્કાર સમારોહથી દૂર રહેવાની સલાહ આપી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર રીતે વધુ માહિતી શેર કરી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. વોટ્સએપ પર 'યુઝરનેમ કી' વિના મેસેજ નહીં થાય:સરકારની નોટિસ બાદ કંપનીએ ગાઈડલાઈન જાહેર કરી, નવા ફીચર સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ જાણો વોટ્સએપે તેના આગામી 'યુઝરનેમ' ફીચરને લઈને એક વિગતવાર FAQs એટલે કે વારંવાર પૂછાતા પ્રશ્નોની માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ જારી કરીને આ ફીચરથી થતા સંભવિત ફ્રોડના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી આ મુદ્દે સંપૂર્ણ સંતોષ ન થાય, ત્યાં સુધી તેને રોલઆઉટ ન કરવામાં આવે. આ પછી વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે, તે સુરક્ષા માટે કયા-કયા પગલાં લઈ રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. આજે ગુજરાતના 150થી વધુ તાલુકામાં વરસાદ:જૂનાગઢના માંગરોળ-કેશોદમાં સૌથી વધુ 10-10 ઈંચ વરસાદથી જળબંબાકાર, અમદાવાદમાં માત્ર ધીમીધારે વરસાદ ગુજરાતમાં આજે સિઝનનો સૌથી સારો વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધીમાં 150થી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદમાં 10-10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા રસ્તાથી લઈ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં જતા રસ્તા પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. જ્યારે બોટાદના રાણપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાણપુર તાલુકાના અલમપુરમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં આજે અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાના કારણે પાંચ પશુઓના મોત નિપજ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમેરિકામાં હોટેલમાં આગ લાગતા ત્રણ ગુજરાતીના મોત:આગથી બચવા પરિવારે બાથરૂમમાં આશરો લીધો, ગુંગળામણથી નડિયાદના પતિ-પત્ની અને પુત્રીએ જીવ ગુમાવ્યો અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યા છે. છેલ્લા 2 વર્ષથી ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકામાં સ્થાયી થયેલા હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન અને 20 વર્ષની પુત્રી ઈશાનીનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આગથી બચવા માટે પરિવારે બાથરૂમનો આશરો લીધો હતો, પરંતુ ઝેરી ધુમાડો ફેલાઈ જતાં સમયસર બહાર ન નીકળી શકવાના કારણે સમગ્ર હસતો-ખેલતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. આ દુર્ઘટનાને પગલે નડિયાદમાં વસતા તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ભારતીય નૌકાદળે દરિયાઈ લૂંટારાઓનો હુમલો નિષ્ફળ બનાવ્યો:એડનની ખાડીમાં INS ત્રિકંડના માર્કોસ કમાન્ડોને જોતા જ લૂંટારાઓ ભાગી ગયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. સ્પોર્ટ્સઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સગીરાના યૌન શોષણ કેસમાં દોષિત જાહેર:એરોન સમર્સને જેલ થઈ શકે છે; વકીલે દલીલ કરી- ‘તેઓ એકલતા અનુભવી રહ્યા હતા’ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ NDAનું મિશન 360, હવે DMK-NCP-સપામાં ભંગાણની તૈયારી:લોકસભામાં બે-તૃતીયાંશનો આંકડો મેળવવા 41 સાંસદોની જરૂર, મોટા બંધારણીય ફેરફારો કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. સ્પોર્ટ્સઃ ભારતીય બેડમિન્ટનમાં નવી સ્કોરિંગ સિસ્ટમ લાગુ પડશે:21ને બદલે 15 પોઇન્ટની રમત હશે; એર્નાકુલમ સિનિયર રેન્કિંગ ટુર્નામેન્ટથી શરૂઆત થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ PF ઉપાડવાના નિયમોમાં ફેરફાર:₹1 લાખના ફંડમાંથી હવે માત્ર ₹75 હજાર જ ઉપાડી શકાશે, સમજો તેનું આખું ગણિત (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ 5 જુલાઈએ કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે:ઢોલ-નગારા અને પહાડી વાનગીઓ સાથે યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરાશે, મેડિકલ ચેકઅપ પછી ચીનમાં થશે એન્ટ્રી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સાંસદના ઘરે દરોડામાં સોનાના અન્ડરગાર્મેન્ટ્સ મળ્યા ઇરાકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહીમાં સાંસદ આલિયા નાસિફના ઘરે દરોડા દરમિયાન કરોડો ડોલરની રોકડ, સોનું અને લક્ઝરી સામાન જપ્ત કરવામાં આવ્યો. જપ્ત કરાયેલા સામાનમાં સોનેરી રંગના અન્ડરગાર્મેન્ટ્સનો સેટ પણ મળ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પના કબાડા, કમાણી અને કરંટ:વ્હાઇટ હાઉસમાં ક્રિપ્ટો ગેમ, રાષ્ટ્રપતિ માલામાલ, લાખો ભારતીયો માટે અમેરિકાથી ખુશ ખબર, ડોલરિયા ડ્રીમ વચ્ચેનો અવરોધ દૂર 2. આજનું એક્સપ્લેનર:ગુલાબી પેટ્રોલ, ટાંકીમાં કીડીના વીડિયો વાયરલ; સરકાર પેટ્રોલિયમમાં બળજબરીથી ઇથેનોલ કેમ ભેળવી રહી છે, તેની પાછળની સંપૂર્ણ કહાની 3. ‘એ…ચુપ’ પદ્મિનીબાએ પોલીસ સામે ડોળા કાઢ્યા:ડેરી મિલ્કનો આશિક, પોલીસે ચોકલેટ આપતા આરોપી પોપટની જેમ બોલવા લાગ્યો, પિચકારીબાજોને દાદાની ચેતવણી 4. બ્લેકબોર્ડ- દીકરીની લાશ માતા-ભાઈએ ફાંસીના ફંદા પરથી ઉતારી:જોતાં જ પાગલ થઈ ગયો, બોલી હતી- NEET એક્ઝામથી પાછા ફરતી વખતે મોમોઝ લઈને આવીશ 5. મહિલાઓમાં વજાઇનલ ટ્રીટમેન્ટનો નવો ક્રેઝ:મેરેજ એનિવર્સરી આવતી હોવાથી પતિને ગિફ્ટ આપવા પત્નીએ સારવાર કરાવી, નાના શહેરોમાંથી પણ સામે આવ્યા કિસ્સા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના લોકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ પોઝિટિવ આવશે, કન્યા રાશિના જાતક માટે પ્રોપર્ટી ખરીદીના યોગ (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પના કબાડા અને કરોડોની કમાણી:વ્હાઇટ હાઉસમાં ક્રિપ્ટો ગેમ, રાષ્ટ્રપતિ માલામાલ, લાખો ભારતીયો માટે અમેરિકાથી ખુશખબર, ડોલરિયા સપના વચ્ચેનો અવરોધ દૂર
    Next Article
    2 Arrested For Allegedly Supplying Beef As Mutton To Hyderabad Hotels

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment