Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્મનીમાં ગુરુદ્વારામાં ફાયરિંગ:બે જુથ વચ્ચે હિંસક અથડામણ, કૃપાણ-છરીથી હુમલો, 11 ઘાયલ; નાણાકીય વહીવટ મામલે ધબધબાટી બોલી

    2 days ago

    જર્મન શહેરના મોર્સના ડ્યુઇસબર્ગ વિસ્તારમાં એક ગુરુદ્વારામાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના વીડિયો, જે ગુરુદ્વારાની અંદરથી હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બે જૂથો વચ્ચે મારામારી થતી દેખાઈ રહી છે. આ વિચલિત કરનારા વીડિયોમાં છરીઓ અને તલવારો સહિતના તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવી રહેલો જોવા મળી રહ્યો છે. જર્મન અખબાર બિલ્ડ અનુસાર, આ અથડામણમાં લગભગ 40 લોકો સામેલ હતા. ત્યારબાદ પોલીસે મોટી કાર્યવાહી કરી, જેમાં ખાસ પોલીસ ટેક્નિકલ ટીમને મોકલવામાં આવી છે. સાક્ષીઓએ અહેવાલ આપ્યો કે, ગુરુદ્વારાની અંદર તીક્ષ્ણ હથિયારો ઉપરાંત, પેપર સ્પ્રે અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. લોહિયાળ અથડામણ શા માટે થઈ? આ લોહિયાળ અથડામણનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. જોકે, પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે આ વિવાદ નવા ડિરેક્ટર બોર્ડની ચૂંટણી સાથે સંબંધિત હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ ગુરુદ્વારાના ભંડોળનો પણ છે, જેના પર વિવિધ જૂથો પોતાનો હક દાવો કરે છે. સોમવારે આ ઘટના જોનારા 56 વર્ષીય વ્યક્તિએ બિલ્ડ અખબારને જણાવ્યું, "આ હુમલો પૂર્વ આયોજિત લાગે છે. સેવા શરૂ થાય તેના થોડા સમય પહેલા, હુમલાખોરો અચાનક પેપર સ્પ્રે સાથે આવ્યા અને તેમના વિરોધીઓ પર છંટકાવ કર્યો. પછી તેમાંથી એકે પિસ્તોલથી ફાયરિંગ કર્યું. મેં છરીઓ પણ જોઈ." અથડામણમાં 11 લોકો ઘાયલ થયા તેમણે સમજાવ્યું કે ગુરુદ્વારાના નાણાકીય વહીવટને લઈને જૂના અને નવા બોર્ડ સભ્યો વચ્ચે મતભેદો હતા. સાક્ષીએ કહ્યું, “કેટલાક સમયથી સમસ્યાઓ અને વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ વાસ્તવિક મુદ્દો એ છે કે કોનો પ્રભાવ રહેશે અને અંતિમ નિર્ણયો કોણ લેશે. જ્યારે હુમલો શરૂ થયો, ત્યારે ઘણા લોકો ડરથી ગુરુદ્વારા છોડીને ભાગી ગયા. પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ શકી હોત. સારી વાત એ છે કે કોઈના જીવને જોખમ નથી.” બિલ્ડના જણાવ્યા મુજબ, આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા હતા. પેરામેડિક્સ અને એક ઇમરજન્સી ડૉક્ટરે ઘાયલોની સ્થળ પર જ સારવાર કરી. પોલીસે ઓછામાં ઓછા એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો, તેને હાથકડી પહેરાવી અને પોલીસની ગાડીમાં બેસાડ્યો. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ હવે તપાસ કરી રહ્યું છે કે કોણે કોના પર હુમલો કર્યો. પિસ્તોલ હજુ સુધી મળી નથી, પરંતુ મળેલા કારતૂસના કેસના આધારે, પ્રારંભિક તપાસ સૂચવે છે કે તે એક બ્લેક ફાયરિંગ પિસ્તોલ હતી (જેનાથી અસલી ગોળી વાગતી નથી).
    Click here to Read More
    Previous Article
    PM મોદી પર આચારસંહિતા ઉલ્લંઘનનો આરોપ:ચૂંટણી પંચને 700 નાગરિકોએ પત્ર લખ્યો, તમિલનાડુમાં ₹1,200 કરોડ+ના રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત
    Next Article
    સેવંતીલાલ પટેલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન; ભાવનામાં વહ્યા વગર મતદાન કરવા અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment