Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી-મહીસાગરમાં વરસાદ, 11 જિલ્લામાં આગાહી:રાજકોટનું તાપમાન એકઝાટકે 3.7° ગગડ્યું; 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે, UP-બિહારમાં વરસાદથી 48નાં મોત

    15 hours ago

    ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે (30 મે) વહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી વાતાવરણને પગલે રાજ્યભરના તાપમાનમાં પારો ગગડ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે 3.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી હોવાથી, ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. દેશમાં વરસાદ-વાવાઝોડાના કારણે 48નાં મોત ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને કારણે 31 લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો ઘટાડો છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 43.6° સેલ્સિયસથી સીધું 3.7° ઘટીને 39.9°C થઈ ગયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7°Cથી 3.2°C ઘટીને 41.5°C અને ડીસામાં 42.2°થી 4.1°નો મોટો ઘટાડો થઈને 38.1° સેલ્સિયસ નોંધાયું છે. અમરેલીમાં 2.4°નો ઘટાડો (41.9°થી 39.5°), કંડલા એરપોર્ટ પર 2.4°નો ઘટાડો (40°થી 37.6°) અને કંડલામાં 1.3°નો ઘટાડો (37.8°થી 36.5°) થયો છે. બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 0.8° (43.5°થી 42.7°) અને અમદાવાદમાં 1.3° (44.4°થી 43.1°)નો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત મળી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે આખા રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર જ એવા બે વિસ્તારો છે, જ્યાં તાપમાન ઘટવાને બદલે સહેજ વધ્યું છે. ટૂંકમાં, દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના અન્ય તમામ આંતરિક શહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પારો નોંધપાત્ર ગગડ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને લાંબા સમયની અસહ્ય ગરમી તેમજ બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે 30 મેના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લા ભરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા હતા, જે બાદ કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે. લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું, તેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળી છે. આગામી 6 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી અમદાવાદ શહેર માટે સ્થાનિક આગાહી અમદાવાદમાં આગામી દિવસોમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 43°Cની આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1°C નોંધાયું હતું. આ પણ વાંચો... નવતપાની ભીષણ ગરમીમાં ઘરેથી નીકળતી વખતે સાવધાન, 7 વસ્તુ લીધા વિના બહાર ન જતાં; આ 11 સરળ સેફ્ટી ટિપ્સ ફોલો કરો નવતપાના 9 દિવસ વર્ષના સૌથી ગરમ દિવસો ગણાય છે. આ દરમિયાન તાપમાન 40-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ સમયે ઘરની બહાર નીકળવું જોખમી હોય છે. ઘણા લોકોને રોજિંદા કામ, ઓફિસ કે જરૂરી જવાબદારીઓને કારણે બહાર નીકળવું મજબૂરી હોય છે. પરંતુ આ દરમિયાન સહેજ પણ બેદરકારીથી ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, થાક, નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે. જોકે, યોગ્ય આયોજન, સાવચેતી અને સ્વસ્થ ટેવો અપનાવીને નવતપાની અસરને મોટાભાગે ઓછી કરી શકાય છે. તેથી ‘કામના સમાચાર’માં આજે આપણે વાત કરીશું કે નવતપામાં બહાર નીકળતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. સાથે જ જાણીશું કે, નવતપામાં ઘરેથી નીકળતી વખતે કઈ વસ્તુઓ સાથે રાખવી? નવતપામાં પોતાને હાઈડ્રેટેડ કેવી રીતે રાખવા. વાંચો સંપૂર્ણ અહેવાલ યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત, સહારનપુરમાં 10 ગાડી તણાઈ; બિહારમાં 4 ફ્લાઇટ ડાયવર્ટ-18 મોડી, ટ્રેનો ફસાઈ દેશમાં ગરમી વચ્ચે 15થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે. પટનામાં વરસાદને કારણે 4 વિમાનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે 18 ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેના કારણે લગભગ 500થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને કારણે 31 લોકોના મોત થયા છે. સહારનપુરમાં ભારે વરસાદ બાદ પહાડી પરથી તેજ પ્રવાહ સાથે પાણી નીચે આવ્યું હતું. જેના કારણે ઇનોવા-ટ્રેક્ટર સહિત 10 વાહનો તણાઈ ગયા હતા. આજે પણ તમામ 75 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં શનિવારે 30 જિલ્લામાં વાવાઝોડા સાથે કરા પડી શકે છે. એક દિવસ પહેલા ચુરુ, હનુમાનગઢ, બિકાનેર, સીકર સહિત 9 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટ્યું હતું. પંજાબના પઠાણકોટમાં શનિવારે સવારે કરા પડ્યા હતા. જ્યારે, મોહાલીમાં ભારે વરસાદ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    આખરે દિયોદર તા.પંચાયતમાં કોંગ્રેસની જીત:પ્રભાતબા વાઘેલા પ્રમુખ, પનાબેન ચાવડા ઉપપ્રમુખ બન્યા; કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છતાં 2 વખત મુલતવી રહી
    Next Article
    અમદાવાદ-મહેસાણા હાઇવે પર સઈજ બ્રિજ પાસે સર્જાયો ભારે ચક્કાજામ:આયોજન વિના રિપેરિંગ શરૂ કરાતા 2 KM લાંબી લાઈનો, વાહનચાલકો ત્રાહિમામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment