Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ રચાયેલી સમિતિઓમાં વિપક્ષને સ્થાન નહીં:સુનિલ લાંજેવાર બાંધકામ અને દિવ્યકાંત પનારા વોટર વર્ક્સના ચેરમેન; 11 સમિતિઓમાં 2 કોંગ્રેસી કોર્પોરેટરને ન સમાવાયા

    1 day ago

    નવસારી મહાનગરપાલિકા (NMC)ના વહીવટી માળખાને સુદ્રઢ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાની વિશેષ સામાન્ય સભામાં કુલ 11 વિવિધ સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી છે. શહેરી વિકાસ, પાયાની સુવિધાઓ અને વહીવટી કામગીરીને વેગ આપવાના હેતુથી આ સમિતિઓમાં અનુભવી સભ્યોની વરણી કરાઈ છે. દરેક સમિતિમાં 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, આ સમિતિઓમાં વિપક્ષ કોંગ્રેસના 2 કોર્પોરેટરને સ્થાન અપાયું નથી. પ્રથમ સામાન્ય સભામાં સમિતિઓની રચના મહાનગરપાલિકાની સૌથી મહત્વની જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે સુનિલ લાંજેવારની નિયુક્તિ થઈ છે. શહેરના પાણીના પ્રશ્નો અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદે દિવ્યકાંત પનારાની વરણી કરાઈ છે. આ ઉપરાંત, શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે નગર નિયોજક સમિતિના ચેરમેન તરીકે રૂપેશ શાહને જવાબદારી સોંપાઈ છે. મનપાની વિશેષ સામાન્ય સભામાં અન્ય સમિતિઓના ચેરમેનોના નામો પર પણ મહોર મારવામાં આવી છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન રાકેશ પટેલ, કાયદા સમિતિના કિરણ બલ્લા, સ્ટાફ સિલેક્શન સમિતિના કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિના જ્યોત્સના પ્રજાપતિ, સમાજ કલ્યાણ સમિતિના પરેશ ભારતીય, લાઈટ એન્ડ ફાયર સમિતિના રોશન વાધવાની, ગૃહ નિર્માણ સમિતિના વિજય રાઠોડ અને આરોગ્ય સમિતિના રીટા પટેલ બન્યા છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે રોષ વ્યક્ત કર્યો મહાનગરપાલિકા દ્વારા ગઠિત કોઈપણ કમિટીમાં કોંગ્રેસના બંને નગરસેવકોને સ્થાન આપવામાં આવ્યું નથી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નગરસેવક પ્રભા વલસાડીયાએ મેયર અશોક ધોરાજીયા સમક્ષ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે મહાનગરપાલિકામાં લોકશાહી ન હોવાના આક્ષેપો કરી, લોકતાંત્રિક રીતે ચૂંટાઈ આવેલા હોવાથી પોતાને પણ કમિટીમાં સ્થાન મળવું જોઈએ તેવી માંગ કરી હતી. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આ સમિતિઓની રચના ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. તમામ 11 સમિતિઓના ચેરમેન અને 7-7 સભ્યોની ટીમ આગામી દિવસોમાં શહેરના વિકાસ કાર્યો, આરોગ્ય, સફાઈ અને પાયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્રિયપણે કામગીરી શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    સર્પોની પ્રણય ક્રિડાના અદભુત દ્રશ્યો:મહીસાગરમાં વરસાદ પહેલાં સર્પોની દુર્લભ પ્રણય ક્રિડા કેમેરામાં કેદ, વીડિયો વાયરલ
    Next Article
    Student Dies, 10 Injured After Tree Falls On School Bus In Mumbai's Chembur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment