Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 11થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે:15 નવેમ્બરે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ; વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

    3 days ago

    સાબરકાંઠા જિલ્લામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આગામી 15 નવેમ્બરના રોજ ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર વાર્તામાં સપ્તાહ દરમિયાન થનારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યુવા સભા, સફાઈ અભિયાન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન આ સપ્તાહમાં જનજાતીય સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને વારસો રજૂ કરતા કાર્યક્રમો યોજાશે. 13 નવેમ્બરે ચાર વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય યુવા સભા અને 14 નવેમ્બરે સ્મારકો તથા જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે. ઉપરાંત સાધુ-સંતોનું સન્માન, બિરસા મુંડાના ફોટાની સ્થાપના, આરતી, દીપોત્સવ અને ભજન-કીર્તન યોજાશે. 16 નવેમ્બરે નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો અને પ્રગતિશીલ ખેડૂતો સહિત પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન મળશે. ગ્રામીણ રમતોત્સવ અને મહિલા સભાનું વિશેષ આયોજન 17 નવેમ્બરે વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા રમતોત્સવ યોજાશે, જેમાં ગિલ્લી-દંડા, કોથળા દોડ, લખોટી, સાતોડિયું, તીરંદાજી, ભમરડો, દોરડા ખેંચ, કબડ્ડી અને ખો-ખો રમતો સામેલ છે. 18 નવેમ્બરે જનજાતીય મહિલા સભામાં સરકારી યોજનાઓની માહિતી અને લાભાર્થીઓના અનુભવો રજૂ કરાશે. ઇડર, હિંમતનગર અને પ્રાંતિજમાં પણ કાર્યક્રમો અને વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. પત્રકાર વાર્તામાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ:ગાંધીનગર ટાઉન હોલ ખાતે 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાશે
    Next Article
    PM યોજનાના નામે 8000 બોનસનો મેસેજ આવે તો ચેતજો:દિવાળી પર લોકોને વોટ્સએપ પર મેસેજ મોકલી છેતરપિંડનો નવો ખેલ, લિંક પર ક્લિક કરતા જ ખાતું ખાલી થઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment