Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં 11નાં મોત, વાહનો તણાયાં, રામ મંદિર મુદ્દે રાહુલ ગાંધીનો મોદી પર ઘા, 16 વર્ષ બાદ સ્પેન FIFA વર્લ્ડકપ ચેમ્પિયન

    2 days ago

    નમસ્તે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી ઉઠાવવામાં આવ્યા તે ખોટું નહોતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રામમંદિરમાં દાન ચોરી મામલામાં પત્ર લખ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે સ્પેને FIFA વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી સાથે જોડાયેલા આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી. 2. સુપ્રીમ કોર્ટમાં રામમંદિર દાન ચોરીની નિષ્પક્ષ તપાસ અને ટ્રસ્ટના નાણાકીય ઓડિટની માંગવાળી અરજીઓ પર સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિરમાં ચોરી મામલે રાહુલે મોદીને પત્ર લખ્યો:રાહુલે કહ્યું- તમારું મૌન સ્વીકાર્ય નહીં, ટ્રસ્ટના ખાતા જાહેર થાય; ટિન્નુની આજે પણ પૂછપરછ અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે ટ્રસ્ટના નાણાકીય મામલાઓની સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે. ખાતાઓને જાહેર કરવામાં આવે, જેથી દરેક ભક્ત જાણી શકે કે દાનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો. તપાસમાં જે પણ જવાબદાર જણાય, તેમની જવાબદારી નક્કી કરવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. દિલ્હી હાઈકોર્ટે કહ્યું-સારવાર માટે વાંગચુકને ઉઠાવવા તે ખોટું નથી:કોર્ટે સરકાર અને પોલીસ પાસેથી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો, વચગાળાનો આદેશ આપ્યો નહીં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુક મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કહ્યું- સ્વાસ્થ્ય બગડવા અને ડિવિઝન બેન્ચના આદેશને કારણે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સરકારની આ કાર્યવાહીને મનસ્વી કહી શકાય નહીં. વાંગચુકને ત્યાં જ દવાઓ આપવામાં આવી રહી છે, જેમાં તેમની સંમતિ છે. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર સાથે પોલીસને 3 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો:ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું, ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકાર્યો સ્પેને 16 વર્ષ બાદ FIFA ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી. મેચની નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમ ગોલ કરી શકી નહોતી. પ્રથમ હાફમાં સ્પેનના લામિન યમાલ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સીને ગોલ કરવાની તકો મળી હતી, પરંતુ બંને તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4. જમ્મુના પુંછ અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું:11 લોકોનાં મોત, 250 વાહનો પાણીમાં તણાયા; અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને કિશ્તવાડમાં શનિવારે રાત્રે વાદળ ફાટ્યું. પૂર-ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. પૂંછના સુરનકોટમાં ભૂસ્ખલનને કારણે એક મકાન કાટમાળ નીચે દબાઈ ગયું. તે સમયે ઘરમાં 8 લોકો હતા. જેમાં 2 વર્ષના સોફિયાન યાસીર સહિત 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ચોમાસુ સત્ર પહેલાં ત્રણ કલાકની સર્વપક્ષીય બેઠક યોજાઈ:40 પક્ષો સામેલ થયા, રિજિજુએ કહ્યું- સૌએ પોતાના વિચારો રજૂ કર્યા; આવતીકાલે વંદે માતરમને લગતું એક બિલ રજૂ કરવામાં આવશે મોનસૂન સત્રના એક દિવસ પહેલા રવિવારે સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. 3 કલાક ચાલેલી બેઠકની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી હતી. બેઠકમાં કોંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકે સહિત 40 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, બેઠક દરમિયાન વિપક્ષે સાંકેતિક વોકઆઉટ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અદાણી CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો ઝીંકાયો:નવો ભાવ પ્રતિ કિલો 90.02 રૂપિયા, 2026ના વર્ષમાં કુલ 10 રૂપિયાનો વધારો અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. CNGનો નવો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયા પર પહોંચ્યો છે. ભાવ વધારાના કારણે CNG રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર ભારણ વધશે. નોંધનીય છે કે, અદાણી CNG દ્વારા વર્ષ 2026માં પ્રતિ કિલો CNGમાં કૂલ 10 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. આ પહેલા 27 મે, 2026ના રોજ પ્રતિ કિલો રૂપિયા 2નો વધારો કરાયો હતો. 3 મહિનામાં જ ફરીએકવાર ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. રિક્ષાચાલક એક્તા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારે એક મહિના પહેલા ભાવ વધારો મંજૂર કર્યો હતો. પરંતુ, તેનું નોટિફિકેશન બહાર પાડ્યું ન હોય અમે ભાવ વધારો લઈ શકતા નથી. ત્યાં જ ફરી સીએનજીમાં ભાવ વધારો અમારા માટે તો પડ્યા પર પાટુ સમાન છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં લક્ઝુરિયસ 'મહાવીર હાઇટ્સ'માં ઝરણા વહ્યાં, મોંઘી કારો ડૂબી:પાણી ભરાતા રોડ પર બેસી લોકોનો વિરોધ, 73 તાલુકામાં વરસાદ; 6 દિવસ ગાજવીજ સાથે આગાહી ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ અઢી ઈંચ નોંધાયો હતો. આજે (19 જુલાઈ) સુરત શહેરમાં વહેલી સવારે પડેલા બે ઈંચથી વધુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નવસારીમાં બે કલાકમાં પોણા બે ઈંચ તેમજ મોડીરાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ મેઘમહેર થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ અભિષેકે કહ્યું- બંગાળમાં પોલીસની વર્દીમાં ચોરી:મારી ઓફિસ તોડી, ભાજપના ગુંડાઓ સામાન ઉપાડી ગયા; કેસ પેન્ડિંગ હોય તો બુલડોઝર કાર્યવાહી કેમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ અમેરિકામાંથી 18,000 ભારતીયોને ડિપોર્ટ કરાશે:અપીલ, દલીલ કે વકીલ કરવાની તક નહીં; ટ્રમ્પ સરકારે 2025માં ભારતીયોને હાથકડી પહેરાવીને મોકલ્યા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ 'વાળ ખેંચ્યા, ખૂબ નિર્દયતાથી મારી':'ભગવાન રામનું અપમાન સહન ન થયું', અભિજીત દીપકે પર શાહી ફેંકનાર બરખા ધ્રૂસકે-ધ્રૂસકે રડી; રેપ આરોપીનું કરી ચૂકી છે સમર્થન (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. બિઝનેસઃ એનવીડિયા CEOનું બ્લેક લેધર જેકેટ ₹9.4 કરોડમાં વેચાયું:હરાજીમાં અપેક્ષા કરતાં 16 ગણી વધુ કિંમત મળી, પૈસા ફેલોશિપ અને રિસર્ચ પર ખર્ચ થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ ક્વીન ઇઝ બેક!:પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય; 50 મિનિટ ચાલેલી ફાઇનલમાં અકાને યામાગુચીને 21-17, 21-17થી આપી માત (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ ટોપ-10 કંપનીઓમાંથી 5ની વેલ્યુ ₹1.54 લાખ કરોડ વધી:TCS ટોપ ગેનર, વેલ્યુ ₹72 હજાર કરોડ વધી; રિલાયન્સ-SBIનું માર્કેટ કેપ પણ વધ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ નંગ અને રત્નો બદલશે તમારી કિસ્મત:જાણો તમારી જન્મકુંડળી પ્રમાણે કયું રત્ન ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 31 હજાર લોકો આકાશમાંથી કૂદ્યા વર્લ્ડ સ્કાયડાઇવિંગ ડે પર 43 દેશોના 31,075 લોકોએ પોતપોતાના સ્કાયડાઇવિંગ ડ્રોપ ઝોન પરથી એકસાથે છલાંગ લગાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આમાં સૌથી વધુ સહભાગીઓ અમેરિકાના હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ક્યાં સુધી લોકો પૂરમાં મરતા રહેશે?:ઉકેલ લાવવાને બદલે દરવખતે સહાય જાહેર કરવાની આદત પડી ગઇ, આંધળી-બહેરી સરકારને જનતાની પીડાની કંઇ પડી નથી 2. સની દેઓલની ‘અર્જુન પંડિત’ જોઇને બન્યો ‘પંડિતજી’!:BJPના મંત્રીને પોલીસ સ્ટેશનમાં જ ગોળી મારી, 8 પોલીસકર્મીનો હત્યારો માફિયા કૂતરાના મોતે મર્યો 3. નાચતા-નાચતા નિર્વસ્ત્ર થતી મહિલા ડબલ એજન્ટ હતી:દારૂ પીવડાવીને સૈન્ય અધિકારીઓ પાસેથી રહસ્યો કઢાવી લેતી, ફ્રાન્સે મોતની સજા આપી; માતા હારી પાર્ટ-2 4. આજનું એક્સપ્લેનર:શું સોનમ વાંગચુકને જબરદસ્તી ખવડાવવું ગેરકાયદેસર છે, સુપ્રીમ કોર્ટના નિર્ણય અને નિષ્ણાતો પાસેથી સમજો; હવે આંદોલનનું શું થશે? 5. બપોરે કમિશનરનું જોઈનિંગ-રાત્રે મીટિંગ, સવારે વાંગચુકને ઉઠાવ્યા:CJPને સંસદ માર્ચની પરમિશન નહીં, પોલીસે કહ્યું- માંગશે તો પણ નહીં આપીએ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: સિંહ અને કુંભ રાશિના જાતકોને ધંધામાં બલ્લે-બલ્લે, કર્ક રાશિના લોકોને અણધાર્યો લાભ થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ તોડ્યું:વાંગચુક બોલ્યા- હોસ્પિટલમાં કેદ છું, ઉપવાસ તોડવા માટે 3 શરતો રાખી; કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ આજે
    Next Article
    Shubman Gill reveals reason for not playing Kuldeep Yadav

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment