Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજેટ 11 હજાર કરોડનું પણ અધિકારીઓની અછત:15 મહિનામાં ત્રીજા સિટી ઈજનેર બદલાશે, 30 જૂને ડી.સી. ભગવાગર નિવૃત્ત થતાં SMCને મળશે ત્રીજા ઈન્ચાર્જ સિટી ઈજનેર

    2 days ago

    રૂપિયા 11 હજાર કરોડનું જમ્બો બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પાલિકામાં ટેકનિકલ વિભાગમાં કમિશનર પછી નંબર-2ની પોઝિશન ગણાતા મહત્વના એવા સિટી ઈજનેરના હોદ્દા પર અધિકારીઓની અછત વચ્ચે સતત ત્રીજા ઈન્ચાર્જ સિટી ઈજનેરની નિમણૂક થવા જઈ રહી છે. ઇન્ચાર્જ સિટી ઈજનેર ડી.સી. ભગવાગર આગામી 30 જૂનના મંગળવારે વય નિવૃત્ત થઈ રહ્યા હોવાથી પાલિકાની વહીવટી પાંખમાં નવા ચહેરાને લઈને તર્કવિતર્કોનો દોર શરૂ થઈ ગયો છે. આ નવા ચહેરાની પસંદગી માટે પાલિકા કમિશનર એમ. નાગરાજનના વલણની સાથે શાસકોની ભૂમિકા પર પણ વિશેષ મીટ માંડવામાં આવી રહી છે. 15 માસમાં ત્રણ સિટી ઈજનેર બદલાયા પાલિકા તંત્રમાં છેલ્લા 15 મહિનામાં વયનિવૃત્તિને કારણે ત્રણ-ત્રણ સિટી ઈજનેર બદલાયા હોવાનો એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો છે. 15 મહિના સુધી માત્ર બે ઈન્ચાર્જ સિટી ઈજનેરના ભરોસે જ આખી પાલિકા તંત્રનું ગાડું ગબડતું રહ્યું છે, અને હવે સતત ત્રીજા ઈન્ચાર્જ સિટી ઈજનેર કાર્યભાર સંભાળશે. આ અગાઉ, ગત 31 માર્ચના રોજ નિયમિત સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા અક્ષય પંડ્યા નિવૃત્ત થયા હતા. ત્યારબાદ જતીન દેસાઈને ઈન્ચાર્જ સિટી ઈજનેર બનાવવામાં આવ્યા હતા. જોકે, માત્ર 8 માસના ટૂંકા ગાળામાં જતીન દેસાઈ પણ વયનિવૃત્ત થતાં ડિસેમ્બર-2025માં સિનિયોરિટીના આધારે ડી.સી. ભગવાગરને ઈન્ચાર્જ સિટી ઈજનેરની જવાબદારી સોંપાઈ હતી. હવે 30 જૂનના રોજ ડી.સી. ભગવાગર પણ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી 1 જુલાઈથી નવા સિટી ઈજનેર પાલિકાનો વહીવટ સંભાળશે. અધિકારીઓ પર કામગીરી અને વિભાગોનું ભારણ વધશે પાલિકામાં સતત થઈ રહેલી નિવૃત્તિ અને બદલીઓના કારણે કાર્યરત અધિકારીઓ પર પહેલેથી જ વિવિધ કામગીરી અને વિભાગોનું ભારે દબાણ છે. હવે ઇન્ચાર્જ સિટી ઈજનેર નિવૃત્ત થતાં જવાબદારીઓમાં વધુ જંગી વધારો થશે. નિવૃત્ત થઈ રહેલા ડી.સી. ભગવાગર પાસે બ્રિજ વિભાગ અને ગાર્ડન વિભાગ સહિતના ચાર મહત્વના વિભાગોનો ચાર્જ હતો, જેથી હવે તેમના આ વિભાગોની વહેંચણી કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન બનશે. હાલની વહીવટી વ્યવસ્થા અનુસાર, પાલિકામાં એકમાત્ર એડિશનલ સિટી ઈજનેર (સિવિલ) તરીકે એમ.ડી. ચાવડા કાર્યરત છે, જેઓ હાલમાં રાંદેર ઝોન ઉપરાંત અન્ય કેટલાક વિભાગો અને રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની મોટી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. મંગળવાર સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે અન્ય ઉપલબ્ધ વિકલ્પોની ગણતરી સાથે નવા ઇન્ચાર્જ સિટી ઈજનેરની પસંદગીમાં કમિશનર અને શાસકોનું વલણ ખૂબ જ મહત્વનું સાબિત થશે. આ સાથે જ, એડિશનલ સિટી ઈજનેરની ખાલી પડેલી જગ્યાઓ માટે પણ અન્ય ઇન્ચાર્જ અધિકારીઓનો સહારો લેવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આગામી મંગળવારે સાંજ સુધીમાં સુરત મહાનગરપાલિકાના આ મહત્વના પદોનું વહીવટી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદકર કોલેજમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ:NSS વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી બચાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ
    Next Article
    Shraddha Kapoor’s Eetha in trouble, Vithabai Narayangaonkar’s family demands title change

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment