Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના સદભાવના ટ્રસ્ટનું ‘મહારુદ્ર વૃક્ષારોપણ’:11 વર્ષમાં 1.40 કરોડ વૃક્ષો વાવ્યા આ વર્ષે રાજ્યમાં 2 કરોડનું લક્ષ્ય

    8 hours ago

    રાજકોટના સદભાવના ગ્રૂપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ‘મહારુદ્ર વૃક્ષારોપણ અભિયાન’ ચાલી રહ્યું છે જે અંતર્ગત આગામી 2045 સુધીમાં સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષનું વાવેતર કરી ગ્રીન ઇન્ડિયા બનાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી એક વર્ષમાં 2 કરોડ અને 2030 સુધીમાં ગુજરાતમાં કુલ 15 કરોડ વૃક્ષના વાવેતરનો સંકલ્પ સંસ્થાના સંચાલકોએ કર્યો છે. આ મિશન પૂરું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યના 30 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.40 કરોડ વૃક્ષનું વાવેતર પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેની જાળવણી માટે ડિજિટલ પદ્ધતિથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણનો પ્રથમ વિચાર 2014માં આવ્યો હતો અને મારા વતન પડધરી તાલુકાના ફતેપર ગામને હરિયાળું બનાવવાનો નિર્ણય કરી 5 જૂન 2014થી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ફતેપર ગામને હરિયાળું બનાવ્યા બાદ સમગ્ર રાજકોટ જિલ્લો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અભિયાન ફેલાવવામાં આવ્યું હતું. અભિયાન શરૂ થયાના 11 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 1.40 કરોડ વૃક્ષોનું વાવેતર અત્યાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેની જાળવણી માટે 700 ટેન્કર, 700 ટ્રેક્ટર પાણી પીવડાવવા માટે રાખ્યા છે અને 3500 કર્મચારીનો સ્ટાફ કામે રાખવામાં આ‌વ્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ઝાડને લોખંડના પીંજરા સાથે વાવેતર કર્યા બાદ દર ચાર દિવસે પાણી પાઇ દઇએ છીએ અને દર મહિને ખાતર નાખીએ છીએ અને દર ત્રણ મહિને સ્પોન્સરને ફોટો પણ મોકલી આપીએ છીએ. જેમાં સ્પોન્સરનું નામ પણ લખી આપીએ છીએ. સદભાવના ગ્રૂપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યના 5000 કિ.મી. રસ્તાઓ પર વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારના માર્ગો ઉપરાંત નેશનલ અને સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. તેમજ રૂરલ વિસ્તારના માર્ગો પર પણ મોટા પાયે વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરી લેવાયું છે. ડિજિટલ મોનિટરિંગ, ઝાડ સૂકાઇ કે બળી જાય તો 10 દિવસમાં બદલી જાય છે કોઇપણ ઝાડના વાવેતર બાદ તેનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી સદભાવના ગ્રૂપ તેનું ધ્યાન રાખે છે. તેમજ તેના સ્ટાફનું મોનિટરિંગ પણ ડિજિટલ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવે છે. સદભાવના ગ્રૂપના તમામ ટેન્કરો અને ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ઉપરાંત તમામ કર્મચારીઓના લાઇવ લોકેશન પર પણ નજર રાખવામાં આવે છે. તેમજ કોઇપણ ઝાડ વાવેતર બાદ સૂકાઇ જાય કે બળી જાય તો વધુમાં વધુ 10 દિવસમાં બદલી નાખવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર 2000 ઝાડે 1 ટ્રેક્ટર, 1 ટેન્કર, 2 મજૂર અને ડ્રાઇવરો જે તે વિસ્તારના જ રાખવામાં આવે છે અને તે ઝાડ 20 ફૂટનું થઇ જાય ત્યાં સુધી તેની દેખરેખ રાખે છે. ગુજરાતમાં 100થી વધુ મિયાવાકી જંગલો બનાવવાનું આયોજન સદભાવના ગ્રૂપે ગુજરાતના ફોરેસ્ટ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાં 100-100 એકરમાં 100 મિયાવાકી જંગલો બનાવવાનું આયોજન કર્યું છે અને તેમાંથી 50 ટકા મિયાવાકી જંગલો કચ્છમાં બનાવવામાં આવશે. 2025-26માં એટલે કે ચાલુ વર્ષ દરમિયાન મોરબીમાં જોધપર નદીના કાંઠે 10 લાખ વૃક્ષનું સૌથી મોટું માનવસર્જિત જંગલ બનાવવાનું અભિયાન સદભાવના ગ્રૂપે પૂર્ણ કરી લીધું છે. 3500થી વધુ કર્મચારી રાખ્યા વૃક્ષારોપણ માટે 5 લાખ દાતાઓ આગળ આવ્યા, 4 વર્ષ સુધી જતન વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, સદભાવના ગ્રૂપને 1થી લઇને 1 લાખ વૃક્ષ માટે કુલ 5 લાખ દાતાએ વૃક્ષારોપણ માટે સહાય આપી છે. એક વૃક્ષના વાવેતર માટે દાતાઓ પાસેથી પીંજરા સહિત કુલ રૂ.3 હજારનું દાન સ્વીકારાય છે. જેમાં ચાર વર્ષ સુધી છોડ સંપૂર્ણપણે વિકાસ ન પામે ત્યાં સુધી તેની દરકાર સદભાવના ગ્રૂપ રાખે છે.
    Click here to Read More
    Previous Article
    Centre may add battery storage under revamped PM-KUSUM 2.0
    Next Article
    જુનાગઢના આ મંદિરે રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ:સત્તાધાર: રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment