Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી:દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારા બે ઝડપાયા, ફોટો માટે AIનો ઉપયોગ કરતા

    9 hours ago

    ગુજરાતના 41 સહિત દેશના 11 રાજ્યોના વિવિધ ધાર્મિક પ્રવાસન સ્થળોની હોટલ, ધર્મશાળા, આશ્રમની 126 બોગસ વેબસાઈટ બનાવી લોકોને ખંખેરતા બે શખસોઝડપાયા છે.ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં દેશભરના 21,985 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આરોપીઓ AIની મદદથી વિવિધ પ્રવાસન સ્થળના ફોટોનો ઉપયોગ કરીને બોગસ વેબસાઈટ બનાવતા અને પ્રવાસીઓ પાસેથી એડવાન્સ બુકિંગના નામે ડીપોઝીટ મેળવી છેતરપિંડી કરતા. ગુજરાત સહિત 11 રાજ્યોની 126 બોગસ વેબસાઈટ બનાવી'તી આ સ્કેમના માસ્ટરમાઈન્ડ વિકી ગુપ્તા છે, જે બીટેકની ડિગ્રી ધરાવતો હોય ટેક્નિકલ નોલેજનો ઉપયોગ કરી ગુજરાતના 41 સહિત અલગ અલગ 11 રાજ્યોના પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળોની બોગસ વેબસાઈટો તૈયાર કરી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓ દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર આવેલી હોટલ, ધર્મશાળા, આશ્રમની વેબસાઈટ જેવી જ AI ફોટોની મદદથી વેબસાઈટ તૈયાર કરતા. પ્રવાસી જ્યારે રૂમ બુકીંગ માટે સંપર્ક કરે ત્યારે એડવાન્સ બુકીંગ માટે પૈસા મેળવી લેતા. પ્રવાસી જ્યારે હોટલ કે ધર્મશાળા પર પહોંચે ત્યારે તેઓને છેતરાયાનું માલૂમ પડતું. દેશભરના 21,985 લોકો ભોગ બન્યા, 70 ફરિયાદ નોંધાઈ આરોપીઓની પૂછપરછમાં અને તપાસમાં દેશભરના 21,985 લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. બોગસ વેબસાઈટથી છેતરપિંડીની કૂલ 70 ફરિયાદો નોંધાઈ છે. ઠગ ટોળકી છેલ્લા 8 મહિનાથી આ રીતે લોકોને ખંખેરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ 126થી વધુ બોગસ વેબસાઈટ કોણે ખરીદી હતી, તેનો ઉપયોગ અન્ય કોણ કરતું હતું અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સંકળાયેલા છે. આ માટે પોલીસની ટીમો ગુજરાત બહાર પણ તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ PNB Oneના નામે APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કર્યા PNB Oneના નામે બોગસ APK ફાઈલ બનાવી લોકોના મોબાઈલ પર મોકલી હેક કરતી ગેંગને સુરત પોલીસે બિહારથી ઝડપી પાડી છે. ચાર આરોપીઓ પટનાની હોટલમાં રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે જ સુરત પોલીસની ટીમે હોટલ પર પહોંચી ચારેયને દબોચી લીધા. અત્યાર સુધીમાં ટોળકીએ 31,174 મોબાઈલ હેક કરી રૂ. 125 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો:વધુ સુગર-મીઠું અને ચરબીની માહિતી આપો, સરકાર આવું નહીં કરે તો અમે આદેશ આપીશું
    Next Article
    રાજકોટમાં વધુ એક હત્યા:પારિવારિક ઝઘડામાં અવારનવાર બોલાચાલી થતા સુતેલા યુવાન પુત્રને પિતાએ હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પોલીસને જાણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment