Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:પીઝા બેઇઝથી લઈને ફ્રોઝન સમોસા અને વાસી મીઠાઈ સહિત 11 પેઢીમાંથી 122 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો, રૂ. 13,000નાં દંડની વસુલાત કરાઈ

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ મળીને 11 જેટલી પ્રખ્યાત પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર તપાસ દરમિયાન માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક પીઝા બેઇઝથી લઈને ફ્રોઝન સમોસા અને વાસી મીઠાઈ સહિત કુલ 122 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગે સ્થળ પર જ જપ્ત કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 1 પેઢીને સ્ટોરેજ વ્યવસ્થા, ફૂડ લાઇસન્સ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે કડક નોટિસ આપવામાં આવી હતી અને તમામ કસૂરવાર વેપારીઓ પાસેથી કુલ રૂ. 13,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા પોષ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરનાં પ્રખ્યાત "પીઝા કન્ટ્રી કિચન" નામના રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ સ્થળેથી સત્તાવાળાઓને 14કિલો જેટલો એક્સપાયર થયેલો પીઝા બેઝ તેમજ લાંબા સમયથી પડી રહેલી વાસી તૈયાર ગ્રેવી, પાસ્તા અને નુડલ્સનો બિનઆરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા આ તમામ અખાદ્ય સામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને વેપારી પાસેથી રૂ. 5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ત્યાં વપરાતા ડેરિસ્ટા ચીઝનો શંકાસ્પદ નમૂનો લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યો હતો અને હાઈજીન જાળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ન્યુ કોલેજવાડી મેઇન રોડ પર જાગનાથ ચોક પાસે સ્થિત "અમુલ પાર્લર" માં તપાસ કરાતા ત્યાંથી 45 કિલો એક્સપાયરી ડેટ વાળો આઇસ્ક્રીમ, ચોકલેટ, પનીર અને ફ્રોઝન સમોસાંનો મોટો જથ્થો પકડી પાડી તેનો નાશ કરાયો હતો અને રૂ. 3,000 નો દંડ વસૂલાયો હતો. આ જ પ્રકારે રેસકોર્સ રીંગ રોડ પર આવેલા લોકપ્રિય ખાણીપીણીના સ્થળ "માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝા" માં પણ ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાંથી તપાસ દરમિયાન 23 કિલો એક્સપાયર થયેલા પીઝા બેઇઝ તેમજ કોઈપણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ વગરનો શીતલ આઇસ્ક્રીમનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ વાસી અને જોખમી સામગ્રીનો સ્થળ પર જ નાશ કરીને વેપારી પાસેથી રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નાણાંવટી ચોક વિસ્તારમાં આવેલા "કટક બટક ફાસ્ટ ફૂડ"માંથી પણ 4 કિલો જેટલા એક્સપાયર થયેલા ફ્રોઝન સમોસાં અને પિઝા બેઝનો જથ્થો પકડી પાડી તેને કચરાપેટી ભેગો કરવામાં આવ્યો હતો અને બેદરકારી બદલ રૂ. 3,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તપાસની આ કાર્યવાહી આગળ ધપાવતા ઢેબર રોડ પર નિજાનંદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની નીચે કાર્યરત "જૈન ફૂડ" નામની પેઢીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીંથી ગ્રાહકોને પીરસવામાં આવતી 12 કિલો જેટલી વાસી મીઠાઈ અને સડેલા કેળાનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 1,000 નો દંડ વસૂલાયો હતો, તેમજ ત્યાં વેચાતા ખુલ્લા તીખા ગાઠીયા (લુઝ)નો નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયો હતો. નિર્મલા રોડ પર આવેલા "દેવ ફાસ્ટ ફૂડ" માંથી પણ 14 કિલો વાસી અને પડતર ચીઝ, તૈયાર ગ્રેવી અને સલાડનો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો અને રૂ. 1,000 નો દંડ વસૂલ કરીને બટર લુઝ અને પનીર લુઝના બે અલગ-અલળ નમૂના લેવાયા હતા. આ જ રોડ પર સ્થિત "જય દ્વારકાધીશ ગોલાવાલા" ને ત્યાંથી 5 કિલો ખરાબ થઈ ગયેલી પડતર મિલ્ક ક્રીમનો નાશ કરી રૂ. 1,000 નો ચાર્જ વસૂલાયો હતો અને મિલ્ક ક્રીમ લુઝનો નમૂનો લેવાયો હતો. મહાનગરપાલિકાની આ કાર્યવાહી અંતર્ગત કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા "ઈટ જોય ફૂડ" માંથી 5 કિલો એક્સપાયર બ્રેડ અને વાસી બાફેલા બટેટાનો નાશ કરી રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. રૈયા રોડ પર રૈયા ગામમાં રાજ રાજેસ્વરી મંદિરની સામે આવેલા "ગૂજરાત ફૂડ્સ" નામની ઉત્પાદક પેઢીમાં પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ ડાન્કેન ડેરી કોન્ટેક્સ્ટ એનાલોગ (1 Kg પેકિંગ) અને અરિકા મીડિયમ ફેટ પનીર (1 Kg પેકિંગ) ના શંકાસ્પદ નમૂનાઓ કાયદેસરની પ્રક્રિયા કરીને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કિસાનપરા ચોક ખાતે આવેલા પ્રખ્યાત "D.N.S આઇસ્ક્રીમ" માંથી પણ ગ્રાહકોને અપાતા ચોકલેટ કોકો શેઇકનો નમૂનો ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં PSIએ મહિલા અને વૃદ્ધાને ઊંચકીને કેડસમા પાણીમાંથી કાઢ્યા:10 ઈંચ વરસાદના કારણે જળબંબાકાર, સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ; નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી પર
    Next Article
    પ્રજા પાણીમાં ડૂબી અને નેતાઓએ કાજુ કતરીથી મોં મીઠા કર્યા:સુરતમાં અનરાધાર વરસાદથી પ્રજા ત્રાહિમામ, 12 સમિતિના ચેરમેનોએ ઢોકળા, ખમણ અને ઈડલી-સાંભરની જયાફત માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment