Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં હજુય 11 રેવન્યુ તલાટીની જગ્યા ખાલી રહી ગઈ:કચ્છમાં 121 નવા રેવન્યુ તલાટીની નિમણૂક બાદ 70ની વહીવટી તાલીમ શરૂ કરાઈ

    22 hours ago

    કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી મહેસૂલ વિભાગના રેવન્યુ તલાટીઓની જગ્યાઓ ભરાતાં વહીવટી તંત્રને મોટી રાહત મળી છે. સરકારની તાજેતરની સીધી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે કચ્છ જિલ્લાને નવા 121 રેવન્યુ તલાટીઓ મળ્યા છે, જેમની નિમણૂક પ્રક્રિયા બે દિવસ પૂર્વે જ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 191 મંજૂર થયેલી જગ્યાઓ સામે માત્ર 59 તલાટીઓ જ કાર્યરત હતા, જેના કારણે એક-એક તલાટી પર અનેક ગામોનો વધારાનો ચાર્જ સોંપાયેલો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ભરતીમાં કચ્છની આ ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવતાં જિલ્લાને 130 રેવન્યુ તલાટીઓ ફાળવવામાં આવ્યા હતા. જો કે, આ 130 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો વિવિધ કારણોસર હાજર ન થતાં, આખરે 121 તલાટીઓએ વિધિવત રીતે નિમણૂક મેળવી લીધી છે. આ ભરતી બાદ પણ જિલ્લામાં હજુ 11 જેટલા રેવન્યુ તલાટીઓની ઘટ રહેશે. નિમણૂક મેળવનારાઓમાંથી 70 જેટલા નવા તલાટીઓ હાલ કલેક્ટર કચેરી ખાતે હાજર થઈ ગયા છે. તેઓ કલેક્ટર અને મામલતદાર વહીવટ હેઠળ વિવિધ કચેરીઓમાં સરકારી કામગીરીની પ્રક્રિયાઓ અને વહીવટી નિયમોની પ્રાથમિક સમજ મેળવી રહ્યા છે. બાકીના તલાટીઓ અગાઉ અન્ય જિલ્લા કે વિભાગોમાં ફરજ બજાવતા હોવાથી, તેઓ સત્તાવાર નિમણૂક પત્રો મેળવીને ત્યાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. આગામી એકાદ સપ્તાહમાં આ તમામ કર્મચારીઓ હાજર થયા બાદ તાલુકાવાઇઝ સત્તાવાર ફાળવણી કરવામાં આવશે. પંચાયત અને રેવન્યુ તલાટીની કામગીરી ગ્રામ્ય સ્તરે વહીવટ ચલાવતા પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીની ફરજો અલગ છે. તલાટી કમ મંત્રી (પંચાયત વિભાગ) ગ્રામ પંચાયતના વડા છે, જે ગામના વિકાસ કાર્યોનું સંચાલન, હિસાબ રાખવો, જન્મ-મરણ-લગ્નની નોંધણી, વેરા ઉઘરાવવા તેમજ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. બીજી તરફ રેવન્યુ તલાટી (મહેસૂલ વિભાગ) જમીન રેકોર્ડની જાળવણી કરે છે. તેઓ ખેડૂતોને 7/12 અને 8-અના ઉતારા આપવા, વારસાઈ નોંધ, જમીન માપણી, આવક-જાતિના દાખલા કાઢવા અને કુદરતી આપત્તિઓ વખતે નુકસાનીનો સર્વે કરવાની કામગીરી સંભાળે છે. ટૂંકમાં, પંચાયત તલાટી ગામનો વિકાસ અને રેવન્યુ તલાટી મહેસૂલી બાબતો જુએ છે.
    Click here to Read More
    Previous Article
    CDHO હવે 20 દિવસની રજા પર ઉતરી ગયા, અરજદારો પરેશાન:રાજકોટ જિલ્લામાં એક માસમાં જન્મની 706માંથી 4 અને મરણની 1200માંથી ‘0’ અરજીને મંજૂરી
    Next Article
    આચાર્યો-શિક્ષકો ઉપર વધારાનું ભારણ, અગ્ર સચિવને રજૂઆત:અન્ય રાજ્યમાં ભણતા બાળકો સરકારી ચોપડે હજુ ડ્રોપઆઉટ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment