Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 માસની દીકરી યસ્વીનું દેહદાન:ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા 1121 મુ દેહદાન સ્વીકારવા માં આવ્યું, પરિવાર અને ભાવનગર એ માનવતાની અનોખી મિશાલ પ્રસ્તુત કરી

    22 hours ago

    દુઃખની ઘડીમાં પણ માનવસેવાનો સંકલ્પ કરવો એ ખૂબ જ કપરું હોય છે એમાં પણ જ્યારે કોઈ નું નાની વયે પરિવાર માંથી વિદાય લેવી અને એ સમયે પણ હદય ઉપર પથ્થર મૂકીને કોઈ સેવા નો સંકલ્પ લેવો ખૂબ જ કપરો હોય છે.એવા જ ભાવનગર ના જીનાંગભાઈ શાહ પરિવારનો એક 11 માસ ની દીકરી યશ્ચિ ના અવસાન ના વ્રજઘાત ઉપર દેહદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ ગણી શકાય. માનવસેવા અને સમાજહિતના ઉમદા કાર્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા વધુ એક પ્રેરણાદાયી સેવા કાર્ય ને આગળ વધારવા માં આવ્યું છે માત્ર 11 માસની નાનકડી દીકરી સ્વ.યસ્વી જીનાંગભાઈ શાહનું હદય ની બીમારી સબબ સારવાર દરમ્યાન અવસાન થતાં પરિવાર દ્વારા દેહદાન કરવાની ઈચ્છા રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે વ્યક્ત કરી હતી. રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અત્યાર સુધીનું 1121 મુ દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો, સ્નેહીઓ અને આસપાસ ના રહીશો સહિત ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી, પરંતુ અસહ્ય દુઃખની આ ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવામાં આવેલો માનવસેવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે, દીકરી યસ્વીના પિતા જીનાંગભાઈ શાહ તથા પરિવારજનોએ દેહદાન અંગેની પોતાની ઇચ્છા વ્યક્ત કરવા રેડક્રોસ સોસાયટી, ભાવનગરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રેડક્રોસ સોસાયટી દ્વારા પરિવારને દેહદાનની ઉપયોગિતા, તબીબી શિક્ષણ અને સંશોધનમાં તેનું મહત્વ તથા સમાજસેવામાં તેના અમૂલ્ય યોગદાન અંગે સમજ આપવામાં આવી હતી. પરિવારને દેહદાનના ઉમદા હેતુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને જરૂરી ડેથ સર્ટિફિકેટ, આધારકાર્ડ અને જરૂરી ફોર્મ અને વિગતો તૈયાર કરાવી અને દેહદાન સ્વીકારવા માં આવ્યું હતું. દીકરી યસ્વીનું દેહદાન સ્વીકારવાની આ ભાવુક ક્ષણે રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને સ્વ.ના આત્મા ના શાંતિ માટે પ્રાર્થના કરાવી હતી અને દેહદાનના મહત્વ અંગે ઉપસ્થિતોને સમજણ તથા સહયોગ પૂરો પાડ્યો હતો., પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવવાના ભારે આઘાત અને અસહ્ય પીડા વચ્ચે પણ શાહ પરિવારે માનવતાના હિતમાં દેહદાનનો સંકલ્પ સાકાર કર્યો હતો. આ નિર્ણય પરિવારની સંવેદનશીલતા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે., શાહ પરિવાર અંગદાન, ચક્ષુદાન અને દેહદાન અંગે જાગૃત આ કિસ્સાની વિશેષતા એ છે કે શાહ પરિવાર માત્ર દેહદાન પૂરતો જ સીમિત નથી, પરંતુ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જેવા માનવતાલક્ષી કાર્યો અંગે પણ જાગૃત છે. પરિવારના અન્ય સભ્યોએ પણ દેહદાનનો સંકલ્પ કર્યો છે, જે સમાજમાં દાન અને માનવસેવાની ભાવના વિકસાવવા માટે પ્રેરણારૂપ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જીવનમાં માનવસેવાના અનેક માર્ગો છે. રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને દેહદાન અંગે યોગ્ય માહિતી મેળવી આવા ઉમદા કાર્યો માટે જાગૃતિ કેળવીએ. આવા નિર્ણયો તબીબી શિક્ષણ, સંશોધન અને સમાજના હિતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.જે માટે 24 કલાક દરમ્યાન રેડક્રોસ સોસાયટી પર સંપર્ક કરી શકાય છે.ભાવનગરમાં જનસેવા અને માનવસેવા ના ગુણો હોય અને નાગરિકો વિશેષ સેવા ભાવ ધરાવતા હોય રેડક્રોસ નું 1121 મુ દેહદાન સ્વીકારવા માં આવ્યું છે. નાનકડી દીકરી યસ્વીના દેહદાન દ્વારા શાહ પરિવારે અસહ્ય દુઃખની ઘડીમાં પણ માનવતાનો દીપ પ્રજ્વલિત રાખ્યો છે. પરિવારની આ ભાવનાને રેડક્રોસ સોસાયટી, ભાવનગર હૃદયપૂર્વક બિરદાવે છે અને સમાજના નાગરિકોને પણ દેહદાન, ચક્ષુદાન તથા અંગદાન અંગે જાગૃત થવા અપીલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    પેસ્ટ્રીમાં કોકરોચ જેવા જીવડાં નાખીને બનાવી અનોખી ડીશ:ચીની રેસ્ટોરન્ટની વિચિત્ર વાનગી વાઇરલ; લોકોએ કહ્યું- ખાવાનું તો દૂરની વાત, જોઈને જ ઊલટી થઈ જાય
    Next Article
    ઓલપાડ ન્યાય સમિતિ અધ્યક્ષના પુત્રએ 10થી વધુ વાહન ઉડાવ્યા:સુરતમાં નબીરાએ મિત્ર સાથે દારૂની મહેફિલ માણી ર્સ્કોપિયોથી આતંક મચાવ્યો, પ્રત્યક્ષદર્શીએ કહ્યું-એ લોકો રેસિંગ કરતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment