Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 11 નવા 112 જનરક્ષક વાહનો સેવામાં સમર્પિત:જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    14 घंटे पहले

    હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાને ફાળવવામાં આવેલા અગિયાર નવા 112 જનરક્ષક વાહનોને બુધવારે સેવામાં સમર્પિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે હિંમતનગર ખાતેના પોલીસ હેડક્વાર્ટર્સથી આ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કંટ્રોલ રૂમના PSI સહિતનો સ્ટાફ અને 112ના સાબરકાંઠાના સુપરવાઈઝર કિરણભાઈ ગઢવી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રસ્થાન બાદ, આ અગિયાર વાહનોએ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મહાવીરનગર ચાર રસ્તા, છાપરિયા ચાર રસ્તા, મોતીપુરા અને બસ સ્ટેશન રોડ થઈને પરત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી એક રૂટ પરેડ કરી હતી. ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતમાં 500 જેટલા 112 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે, સાબરકાંઠા જિલ્લાને પણ 11 નવીન 112 જનરક્ષક વાહનો મળ્યા છે. આ નવા વાહનોના ઉમેરાથી સાબરકાંઠા જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ હવે વધુ ઝડપી બનશે. ગુજરાત સરકારના નવતર અભિગમ હેઠળ, 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં મદદ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને, 10 મિનિટની અંદર જનરક્ષક વાહન ઘટનાસ્થળે પહોંચે તે માટેનું આયોજન કરાયું છે. 112 જનરક્ષક સેવા માત્ર પોલીસ મદદ પૂરતી સીમિત નથી. ઇમરજન્સી સમયે પોલીસ સેવા ઉપરાંત ફાયર ઇમરજન્સી સર્વિસ અને એમ્બ્યુલન્સ સેવા માટે પણ 112 નંબર ઉપયોગી બનશે. કોલ મળ્યા બાદ જનરક્ષક વાહનના લોકેશન અને રિસ્પોન્સ ટાઈમનું ગાંધીનગરથી મોનિટરિંગ કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. જિલ્લા પોલીસ વડાએ લોકોને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સમયે 112 નંબરનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    LJIMBA વિદ્યાર્થીઓએ 'Incipience 2026' માં સર્જનાત્મકતા પ્રદર્શિત કરી:વિવિધ ઇલેક્ટિવ્સ દ્વારા વ્યવહારુ શિક્ષણનું પ્રદર્શન
    Next Article
    દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે AAPનું સત્યાગ્રહનું એલાન:દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં વરસાદની ઘટ, જામખંભાળિયામાં 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'ની આપી ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment