Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; બેરલના 109 ડોલરમાંથી 94 ડોલર થયા, શેર બજારમાં નવા પ્રાણ ફૂંકાયા, સોના-ચાંદીમાં તેજી

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે 15 દિવસનો યુદ્ધ વિરામ થતાં જ દુનિયાભરની માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો છે. ક્રૂડ ઓઈલમાં બેરલનો ભાવ 109 ડોલર પહોંચી ગયો હતો તે સડસડાટ ઘટીને 94 ડોલર થઈ ગયો છે. તો બીજી તરફ ઉઘડતી બજારે સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલામાં બે અઠવાડિયાના વિરામની જાહેરાત કર્યા પછી બ્રેન્ટ ક્રૂડ $109.77 થી ઘટીને $ 95.068 પ્રતિ બેરલ પર ઝડપથી ઘટી ગયું. આ જાહેરાત પછી યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ લગભગ $ 20 પ્રતિ બેરલ ઘટ્યું. આ વિરામ હોર્મુઝ સ્ટ્રેટના તાત્કાલિક ફરીથી ખોલવા સાથે જોડાયેલો છે, જે એક સાંકડો જળમાર્ગ છે અહીંથી જ ઓઈલ અને ગેસની ગ્લોબલ સપ્લાય ચેઈન છે. ઉઘડતી બજારોમાં આવી અસર જોવા મળી - ઓઈલના ભાવ ઘટ્યા, બોન્ડ વધ્યા અને યુએસ શેરોમાં ઉછાળો આવ્યો. રોકાણકારો યુદ્ધવિરામને એક સંકેત તરીકે જુએ છે કે અઠવાડિયાના વિક્ષેપ પછી ઓઈલ સપ્લાય ફરીથી સામાન્ય રીતે શરૂ થઈ શકે છે. સોના-ચાંદીમાં ભૂક્કા કાઢતી તેજી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. યુદ્ધવિરામના સમાચાર બાદ સોનાના ભાવમાં 2% થી વધુનો વધારો થયો હતો. રોકાણકારોએ જિયો પોલિટિકલ તણાવ ઓછો થવાની આશામાં સેઈફ હેવન ગણાતા સોનાની ખરીદી કરી હતી. યુએસ પ્રમુખ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી તરત જ હાજર સોનાના ભાવ 2.3% વધીને $4,811 પ્રતિ ઔંસ થયા. યુએસ સોનાના વાયદા પણ 3.3% વધીને $4,840 પ્રતિ ઔંસ થયા. પાછલા દિવસે કેટલાક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ યુદ્ધવિરામના સમાચારથી બજારનો મૂડ બદલાઈ ગયો છે. ચાંદીના ભાવમાં પણ 4.6% વધારો થયો. યુદ્ધના ભયને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી બંનેમાં વધઘટ થઈ છે. પ્રિ-ઓપનિંગ માર્કેટમાં શેર બજારમાં તેજીનું વાવાઝોડું ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામની જાહેરાતથી ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેતો મળ્યા છે. બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી અને તે લગભગ 8 વાગ્યે 3 ટકા અથવા 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો. આજે RBI મોનેટરી પોલિસીની મીટિંગના નિર્ણયોની પણ જાહેરાત કરવાનો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેપો રેટમાં કોઈ વધારો થશે નહીં. આ આશાને પણ બજાર સકારાત્મક રીતે લઈ રહ્યું છે. સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    CBSE 10th Result 2026 Date Live Updates: Where to check Phase-1 board results?
    Next Article
    આ વર્ષે ચોમાસામાં 6% ઓછો વરસાદ થવાનો અંદાજ:MP, રાજસ્થાન અને પંજાબ-હરિયાણામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment