Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા અર્બન બેંક સાથે રૂ.10.88 કરોડથી વધુની છેતરપિંડી:પતિ-પત્નીએ લોન લઈને બેંકમાં મૂકેલી મિલકતો બેંકની જાણ બહાર વેચી મારી

    17 hours ago

    મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની મહેસાણા સ્થિત SME શાખા સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને અલગ-અલગ પેઢીઓ ધરાવતા પતિ-પત્નીએ બેંકમાંથી કુલ રૂ. 9.80 કરોડની ટર્મ લોન મેળવ્યા બાદ, બેંકમાં ગીરો મોર્ગેજ મૂકેલી મિલકતો બેંકની જાણ બહાર બારોબાર વેચી મારીને વ્યાજ સાથે કુલ રૂ.10.88 કરોડથી વધુની રકમ ન ભરી બેંક સાથે છેતરપિંડી આચરી છે. આ અંગે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દંપતી સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. 9.80 કરોડની ટર્મ લોન લીધી, 16 દુકાનો બેંકમાં મોર્ગેજ મૂકી હતી અમદાવાદના સોલા ખાતે રહેતા રાજેશકુમાર નટવરલાલ પટેલ માલિક: શ્રીજી કોર્પોરેશન અને તેમના પત્ની હેતલબેન રાજેશકુમાર પટેલ માલિક: ક્યોર હેલ્થ કેરનાઓએ ઓક્ટોબર 2022માં મહેસાણા અર્બન બેંકમાંથી પોતપોતાની પેઢીના નામે રૂ. 4.90-4.90 કરોડ મળી કુલ રૂ. 9.80 કરોડની ટર્મ લોન 11.50 ટકાના વ્યાજ દરે મેળવી હતી. આ લોન પેટે વડોદરાના સાણી રોડ પર આવેલા કામાક્ષી કુંજ કોમ્પલેક્ષની કુલ 16 દુકાનો બેંકમાં મોર્ગેજ મૂકવામાં આવી હતી. બેંકમાં મૂકેલી મિલકતો બેંકની જાણ બહાર વેચી મારી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, બંને લોનધારકોએ જે હેતુ માટે ધિરાણ મેળવ્યું હતું તેમાં વાપરવાને બદલે અન્ય જગ્યાએ અંગત ફાયદા માટે રોકાણ કરી દુરુપયોગ કર્યો હતો. આટલું જ નહીં, ડિસેમ્બર 2022માં બેંકની કોઈ પણ પ્રી-પરમિશન કે જાણ વગર મોર્ગેજ મૂકેલી દુકાનો પૈકી દુકાન નંબર 117, 118, 119 અને 120 બારોબાર અન્ય વ્યક્તિને વેચી મારી હતી. ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરીને RBIને જાણ કરી લોન ખાતામાં અનિયમિતતા જણાતાં અને સમયસર હપ્તા ન ભરાતાં જુલાઈ 2024માં આ ખાતાઓ NPA જાહેર કરવામાં આવ્યા હતા. બેંક દ્વારા કારણદર્શક નોટિસ આપવા છતાં કોઈ યોગ્ય ખુલાસો ન મળતાં, સ્પેશિયલ કમિટીની ભલામણથી બેંકે ડિસેમ્બર 2025માં આ ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરી હતી. બેંક સાથે રૂ.10.88 કરોડથી વધુની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ તારીખ 25 માર્ચ 2026 સુધીમાં રાજેશકુમાર પટેલના ખાતાનું વ્યાજ સહિત રૂ. 5,44,27,597.91 અને હેતલબેન પટેલના ખાતાનું રૂ. 5,44,07,092.60 મળી કુલ રૂ. 10,88,34,690.51નું લેણું બાકી નીકળતું હતું. વારંવાર નોટિસો આપવા છતાં રકમ ભરપાઈ ન કરાતાં, અર્બન બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર ચંદ્રવદન પુરૂષોત્તમદાસ પટેલે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમજીવીઓનું દિલ ધડક રેસ્ક્યુ:અમિતનગર પાસે નિર્માણાધીન ડીમાર્ટ સાઇટ પર માટીની ભેખડ ધસી; સ્થાનિક કામદારોએ 15 મિનિટમાં દિલધડક રેસ્ક્યુ કરી બે શ્રમજીવીને બહાર કાઢ્યા
    Next Article
    ‘Aishwarya Rai se mujra kara diya’: When Bhansali was ridiculed for ‘Nimbooda’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment