Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરાળામાં જુગાર રમતા ચાર ઝડપાયા:રોકડ 10,800 રુપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત, ચારેય સામે ગુનો નોંધાયો

    2 days ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે ઉમરાળા ગામમાં નદીના સામાંકાંઠે જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ જુગારનું સાહિત્ય અને રોકડ રકમ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ચાર જુગારીને પોલીસે દબોચ્યા ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ઉમરાળા ગામે નદીના સામાં કાંઠે કિશોરભાઈ જેતપરાની વાડી પાસે પડતર જાહેર જગ્યામાં રેડ કરતા ચાર શખસો ગોળ કુંડાળું વળીને પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં કિશોર મનજીભાઈ જેતપરા, મનોજ ભીખાભાઇ ચુડાસમા, રણછોડ કાળુભાઇ પરમાર, વિવેકગીરી બળવંતગીરી ગોસ્વામી (રહે.તમામ ઉમરાળા, જી. ભાવનગર)ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલા રોકડ રૂપિયા 10,800 કબ્જે કરી ચારેય જુગારીઓ વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    'પ્રલય'ના સેટ પરથી રણવીર સિંહનો લુક લીક, VIDEO:લાંબા વાળ અને પીઠ પર બાળક, ચાહકોને'ધુરંધર'નો હમઝા યાદ આવ્યો
    Next Article
    એશિયા કપ-પાકિસ્તાની ખેલાડીએ 7 રન આપીને 6 વિકેટ લીધી:6 દિવસ પહેલા શ્રીલંકાના કેપ્ટને રેકોર્ડ બનાવ્યો હતો, 5 રન આપીને 7 વિકેટ લીધી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment