Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત:માથા-ચહેરાના ભાગે ગંભીર ઈજા, 108 મારફતે SSG હોસ્પિટલ ખસેડાયો, CCTV ફૂટેજ સામે આવ્યા

    7 hours ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર બાઈક સવાર યુવકને અકસ્માત નડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મકરપુરા ડેપોથી મકરપુરા પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર એરફોર્સ ત્રણ રસ્તા પાસે બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 30 વર્ષીય યુવક ધર્મેશ પાંડુરંગ મોરે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેમની બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં યુવકને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અકસ્માનની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી મુજબ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:72,400 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    Share Market Update: मॉनेटरी पॉलिसी मीटिंग से पहले बाजार में उछाल, 410 अंक चढ़ा सेंसेक्‍स, रुपया भी उछला 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment