Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃદયમાં કાણું ધરાવતી નવજાત બાળકીનો જીવ બચાવ્યો 108 NICU એમ્બ્યુલન્સ:આશાલડી ગામના જત પરિવારમાં જન્મેલી બાળકીના સોનોગ્રાફી રિપોર્ટમાં હૃદયની ગંભીર ખામી જણાઈ

    2 days ago

    જીવનની સૌથી મુશ્કેલ ઘડીમાં સમયસર મળતી સારવાર દર્દી અને પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે. લખપત તાલુકાના દયાપર ખાતે આવેલી સરકારી હોસ્પિટલના તબીબો અને ૧૦૮ની NICU એમ્બ્યુલન્સની ટીમે સંવેદનશીલતા, સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાનો આવો જ દાખલો રજૂ કર્યો છે. હૃદયમાં કાણું ધરાવતી નવજાત બાળકીને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, લખપત તાલુકાના આશાલડી ગામના જત પરિવારનાં કુલસુમબેન સીધીકભાઈ જતની પ્રસૂતિ દયાપર સરકારી હોસ્પિટલમાં થઈ હતી. નવજાત બાળકીની તબીબી તપાસ દરમિયાન સોનોગ્રાફી રિપોર્ટનું નિરીક્ષણ કરતાં ડૉ. શક્તિ અને ડૉ. નિખિલને તેના હૃદયમાં કાણું હોવાની જાણ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ પરિવારજનોને સમજણ આપી અને બાળરોગ નિષ્ણાતની સલાહ તથા વિશેષ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ પરિવાર અગાઉ પણ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. મળતી માહિતી મુજબ, પરિવારના અગાઉના બાળકનું જન્મ બાદ થોડા દિવસોમાં કમળાની બીમારીને કારણે અવસાન થયું હતું. અગાઉની ગર્ભાવસ્થામાં કસુવાવડનો અનુભવ પણ થયો હતો. આવી મુશ્કેલીઓ વચ્ચે જન્મેલી દીકરીની તબિયત અંગેની જાણ થતાં પરિવાર માટે સમયસર સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ બની હતી. બાળકીને સુરક્ષિત રીતે ભુજ પહોંચાડવા માટે ૧૦૮ની NICU એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ઇમરજન્સી કોલ મળતાં EMT અશ્વિન મકવાણા અને પાઇલટ રમેશભાઈ ગરવાએ તાત્કાલિક કામગીરી સંભાળી હતી. જરૂરી કાળજી સાથે બાળકીનો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ કામગીરી બદલ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ અને EME રાહુલ ગોરે દયાપર સરકારી હોસ્પિટલની ટીમની કામગીરીને બિરદાવી હતી. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ અને ઇમરજન્સી સેવાના સંકલનથી નવજાત બાળકીને વિશેષ સારવાર સુધી પહોંચાડવાની આ ઘટના સેવાભાવ અને માનવતાનું પ્રેરક ઉદાહરણ બની છે.
    Click here to Read More
    Previous Article
    લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઇન્ફેક્શન, અપોલો હોસ્પિટલમાં દાખલ:તબિયત સ્થિર, ICUમાં રાખવામાં આવ્યા, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા મળવા પહોંચ્યા
    Next Article
    મકાનમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પકડાયો:કરચલીયાપરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી 387 બોટલ વિદેશી દારૂ અને બીયરના ટીન સાથે ઘનશ્યામ ઉર્ફે કાળો ઝડપાયો, દારૂ સપ્લાય કરનાર સીદસરનો રાજન વાઘેલા નું નામ ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment