Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર્પદંશ પીડિત મહિલાનો 108 ટીમે જીવ બચાવ્યો:પારડીના બાલ્ડા GIDCમાં 25 વર્ષીય શ્રમિકને સમયસર સારવાર મળી

    3 days ago

    વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે સર્પદંશના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા જ એક કિસ્સામાં, પારડી તાલુકાના બાલ્ડા GIDC વિસ્તારમાં 25 વર્ષીય મહિલાને સાપ કરડ્યો હતો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસર પહોંચીને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 26 જૂન, 2026 ના રોજ રાત્રે આશરે 8:30 કલાકે બની હતી. 108 ટીમને બાલ્ડા GIDC વિસ્તારમાંથી સર્પદંશનો કોલ મળતા જ EMT માનસી પટેલ અને પાયલોટ કેતન આહિર તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. ટીમે દર્દી સુધી પહોંચતા પહેલા કોલરને જરૂરી પ્રાથમિક સૂચનાઓ પણ આપી હતી. માહિતી મુજબ, 25 વર્ષીય માનાબેન બાલ્ડા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મજૂરી કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન તેમના જમણા પગમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. તેમની સાથે કામ કરતા અન્ય યુવાનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 ની ટીમ સ્થળ પર પહોંચીને દર્દીની તપાસ કરી હતી અને એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જેમાં ઘાની સંભાળ, ઓક્સિજન, સ્પ્લિન્ટિંગ જેવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હેડ ઓફિસ સ્થિત ડૉ. રિચી મેડમના માર્ગદર્શન હેઠળ દર્દીને એન્ટી સ્નેક વેનોમ (ASV) ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ દર્દીને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ, 108 એમ્બ્યુલન્સની ઝડપી અને સમયસર કામગીરીએ ફરી એકવાર સર્પદંશના દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    MPમાં પત્નીની રીલ જોઈને પતિ ભડક્યો, પરિવાર પીંખી નાંખ્યો:કુહાડીના ઘા મારીને સૂઈ રહેલી પત્ની-બે બાળકોની હત્યા કરી, પોતે પણ ટ્રેન નીચે કપાયો; આખા ગામમાં અરેરાટી ફેલાઈ
    Next Article
    Vadodara garment trader shot by bike-borne assailants, police launch probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment