Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 108 સેવાની પ્રશંસનીય કામગીરી:એક મહિનામાં 1389 પ્રસુતિઓ અને 931 અકસ્માતનાં કેસ સહિત 7067 કોલમાં ઇમરજન્સી સારવાર અપાઈ, અનેક લોકો માટે સંજીવની બની

    16 hours ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. છેલ્લા 30 દિવસના ટૂંકા ગાળામાં ઇમરજન્સી સેવાને કુલ 7067 જેટલા કોલ્સ મળ્યા હતા. આ કુલ કોલ્સમાં વિવિધ પ્રકારની તબીબી કટોકટીઓનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને સગર્ભાવસ્થા સંબંધિત 1389 કોલ્સ આવ્યા હતા અને માર્ગ અકસ્માતના ગંભીર ગણાતા 931 જેટલા કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 'ગોલ્ડન અવર' દરમિયાન હૃદયની તકલીફવાળા 506 અને શ્વાસની ગંભીર બીમારી ધરાવતા 596 દર્દીઓને સમયસર સારવાર આપી નવજીવન બક્ષવામાં આવ્યું છે. 108નાં સુપરવાઇઝર જયેશભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટા દવાખાનાઓ દૂર હોય છે ત્યાં 108 ના તબીબોએ અદભૂત કામગીરી કરી છે. જેમાં ક્રિટિકલ ગણાતી 83 જેટલી પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં અથવા ગ્રામ્ય સ્થળે નિષ્ણાત તબીબો દ્વારા સફળતા પૂર્વક કરાવવામાં આવી છે, જેનાથી માતા અને નવજાત શિશુ બંનેના જીવ જોખમમાંથી બચી શક્યા છે. કોઈપણ ભેદભાવ વગર 24 કલાક મફત સેવા પૂરી પાડતી 108 ની ટીમે રાજકોટ જિલ્લામાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશાહીના પર્વમાં રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે કરી મતદાનની અપીલ રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીનો પરિવાર દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવવા માટે અનોખું મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે. આઝાદીની લડતમાં પિતાના યોગદાનને વારસામાં જાળવી રાખીને તેમના પુત્ર અશ્વિનભાઈ વિઠલાણી અને કિરણબેન વિઠલાણી પ્રત્યેક ચૂંટણીમાં નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. આ પરિવાર વર્ષોથી પોતાના પિતાના ફોટા સાથેના ખાસ બેનરો પ્રદર્શિત કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવે છે. અશ્વિનભાઈ પોતાના વ્યવસાયના સ્થળે આવતા ગેસના ગ્રાહકોને પણ રૂબરૂ મળીને 100 ટકા મતદાન કરવા માટે સંદેશો પાઠવે છે. આગામી 26મી એપ્રિલના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું મતદાન યોજાવાનું છે, ત્યારે વિઠલાણી પરિવારે દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કરે તેવી અપીલ કરી છે. ચૂંટણીલક્ષી રજૂઆતો માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત, નાગરિકો આંગળીનાં ટેરવે કરી શકશે ફરિયાદ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે એક ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની રજૂઆતો કે ફરિયાદો નોંધાવવા માટે સચોટ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ કંટ્રોલરૂમ 25 અને 26 એપ્રિલના રોજ સતત કાર્યરત રહેશે. જેમાં નાગરિકો ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો માટે 079 232 55951, 079 232 55953 તેમજ 079 232 57381 અને 079 232 57383 નંબર પર સંપર્ક કરી શકશે. ચૂંટણી દરમિયાન પારદર્શિતા જળવાય અને મતદારોને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે આયોગ દ્વારા ટેલિફોનિક સુવિધા જાહેર કરવામાં આવી છે. જે કોઈપણ વ્યક્તિને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ જણાય અથવા પોતાની રજૂઆત કરવી હોય, તેઓ આ નિર્ધારિત સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા નંબર પર ફોન કરીને પોતાની વાત નોંધાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનની હાલત ખૂબ જ ખરાબ, ટૉપ-6 પેવેલિયન ભેગો થયો:મોહસિને વૈભવ પછી હેટમાયરને પણ આઉટ કર્યો, જયસ્વાલ, જુરેલ અને પરાગ પણ ચાલ્યા નહીં
    Next Article
    મોરબી ફેક્ટરીમાં અકસ્માતમાં સગીરનું મોત:મશીનના ઓપરેટર સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment