Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ આવશે એટલે આ 108 જગ્યા પર પાણી ભરાશે, 108:અમદાવાદમાં કરંટ લાગવાના બનાવો વચ્ચે માત્ર 40% જ સ્ટ્રીટ લાઇટના થાંભલાની કામગીરી, ભૂવા પડે છે ત્યાં પુરાણ કરાશે

    15 hours ago

    ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાથી લઈને અલગ અલગ સમસ્યાઓનો સામનો શહેરીજનોને કરવો પડતો હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ભાજપના નેતાઓ દ્વારા ચોમાસાને લઈને બેઠક કરવામાં આવી હતી. મેયર સહિતના પદાધિકારીઓએ તેમના સૂચન કર્યા હતા. શહેરમાં કુલ 147 વરસાદી પાણી ભરાવવાના સ્થળો હતા. જેમાં 39 વરસાદી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવામાં આવી છે જ્યારે 108 સ્થળો ઉપર વરસાદી પાણી ભરાઈ શકે છે. જેમાં સૌથી વધારે 25 સ્થળો પર ચોક્કસ વરસાદી પાણી ભરાશે. જ્યાં પણ પાણી ભરાય ત્યાં નાના- મોટા 115 પંપો મારફતે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદમાં ઇલેક્ટ્રીક કરંટ લાગવાના બનાવો પણ વધારે બનતા હોય છે. ગત વર્ષે નારોલ અને દરીયાપુર વિસ્તારમાં વરસાદમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં અગાઉથી જ ચેકિંગ કરી અને કામગીરી કરવામાં આવી હોવાના દાવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કર્યા છે. જોકે અત્યાર સુધીમાં શહેરમાં આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં 40 ટકા જેટલા જ થાંભલાઓની અત્યાર સુધી ચકાસણી કરીને કામગીરી કરવામાં આવી છે. શહેરમાં 2,17, 924 જેટલા સ્ટ્રીટ લાઈટના થાંભલા આવેલા છે જેમાં અત્યાર સુધીમાં 82,075 જેટલા થાંભલાઓમાં જ સાવચેતીના ભાગરૂપે તપાસ કરીને કામગીરી કરવામાં આવી છે. ‘108 જગ્યા પર વરસાદી પાણી ભરાશે’ વોટર રિસોર્સ વિભાગના સિટી એન્જિનિયર વિજય પટેલે જણાવ્યું હતું કે ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 147 વરસાદી પાણી ભરાવાના સ્થળો હતા જેમાંથી 39 સ્થળો દૂર થયા છે. જ્યારે 108 જગ્યા પર વરસાદી પાણી ભરાઈ શકે છે. જેમાં હાલમાં સાત સ્થળો પર કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને દૂર કરવા માટે નવા પંપીંગ સ્ટેશન અને લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ છથી સાત કલાક વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હતી તેમાં ઘટાડો થઈને ચારથી પાંચ કલાક થઈ છે. ‘વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશને તળાવમાં ઇન્ટરલિન્કિંગ કર્યું’ શહેરમાં ખૂબ વરસાદી પાણી ભરાય એવા નિકોલ મધુમાલતી આવાસ યોજના, હાટકેશ્વર સર્કલ સહિત સાત જેટલા વરસાદી પાણી ભરાવવાના મોટા સ્થળો છે તેમાં દરેક જગ્યાએ પંપો મૂકવા અને મજૂરો મૂકવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કુલ 40 વરૂણ પમ્પ છે જે પંપો મારફતે વરસાદી પાણી ઝડપથી નિકાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા તળાવમાં ઇન્ટરલિન્કિંગ કરવામાં આવ્યું છે જેને લઈને ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થશે. ‘ખારીકટ કેનાલમાં બોક્સ નાખવાથી ઊંડાઈ વધી’ વધુમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવી છે. જેમાં નવા બોક્સ નાખવામાં આવે છે જેમાં કેનાલની ઊંડાઈ વધી છે અને જોડાણ કરવામાં આવે છે જેથી ખારીકટ કેનાલની આસપાસમાં આવતા વિરાટનગર, ઓઢવ, નરોડા, વસ્ત્રાલ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ઝડપથી પાણી ઉતરશે. શહેરના અલગ અલગ ચાર રસ્તાના જંકશન પર સ્માર્ટ સિટીના 1746 કેમેરા અને અંડરપાસમાં 44 કેમેરા થઈ 1760 કેમેરા દ્વારા પાલડી ખાતે બનાવવામાં આવેલા મોન્સૂન કંટ્રોલરૂમથી નજર રાખવામાં આવશે. રોડ બેસી જવાની સંભાવના હોય તેવા સ્થળોએ પુરાણ કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ ખોદાણ કરવામાં આવ્યું હોય ત્યાં રોડ બેસી જવાની સંભાવના હોય તેવા સ્થળોએ યોગ્ય રીતે પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી છે અને જ્યાં પણ રોડ બેસી જાય એવી સંભાવના હોય તેવા સ્થળે બેરીકેડિંગ અને સૂચન બોર્ડ પણ મૂકવામાં આવશે. જેથી આ સ્થળો ઉપર લોકો પસાર થતી વખતે સાવચેતીથી પોતાના વાહન લઈને પસાર થઈ શકે. 42 ઓટોમેટિક રેન ગેજ લગાવાયા શહેરમાં વરસાદ અંગેની માહિતી મેળવવા માટે કુલ 42 ઓટોમેટિક રેન ગેજ લગાવવામાં આવ્યા છે જેના મારફતે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેની માહિતી મળી રહેશે. પૂર્વ વિસ્તારમાં 20 અને પશ્ચિમ વિસ્તારમાં 22 એમ 42 રેન ગેજ પણ લગાવવામાં આવ્યા છે. ‘વરસાદની સ્થિતિનો રિપોર્ટ પદાધિકારીઓને આપવો’ મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાને લઈને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં શહેરીજનોને જ્યારે વરસાદ પડે ત્યારે કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે તેને લઈને ઝડપી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવા માટે સૂચના આપી હતી. તમામ કન્ટ્રોલ રૂમના નંબર દરેક કોર્પોરેટરોને ઉપબ્ધ કરાવવાના રહેશે. જે તે જગ્યાએ થતા વોટર લોગીંગની માહિતી સ્થાનિક કોર્પોરેટરોને આપવી તથા ભારે વરસાદની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે વિગતવાર માહિતી ડેપ્યુટી મ્યુનિ.કમિશનર મારફતે રિપોર્ટ પદાધિકારીઓને આપવો અને હાલનાં વિસ્તાર તથા નવા ભળેલા વિસ્તારોમાં જરૂરી જગ્યાએ કન્ટ્રોલ રૂમનું આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે. મેયરે કરેલા સૂચનો
    Click here to Read More
    Previous Article
    VHP કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક હરિદ્વારમાં સંપન્ન:ચાર ઠરાવ પસાર કરાયા, ચોટીલાના મહંત પરિવારના મનસુખગિરિ ગોસ્વામીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
    Next Article
    Indian Railways eyes single RRB website to streamline recruitment process

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment