Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપ્રિલ મહિનામાં જ રૂ.108 કરોડની આવકનો વિક્રમ:ભાવનગર બન્યું ડિજિટલ 1.06 લાખથી વધુ લોકોએ ઓનલાઇન વેરો ભરી 12 ટકા રીબેટનો લાભ લીધો

    11 hours ago

    એપ્રિલ માસમાં જ 50 ટકા કરદાતાઓએ રૂ.108 કરોડનો વેરો ભર્યો, આવકમાં રૂ.8 કરોડનો ધરખમ વધારો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27ના પ્રારંભે અમલમાં મુકાયેલી પ્રોપર્ટી ટેક્સ રીબેટ યોજનાને શહેરના કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે ડિજિટલ પેમેન્ટ તરફ નાગરિકોનો ઝુકાવ વધતા મહાનગરપાલિકાની તિજોરીમાં ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ​આવકમાં રૂ.8 કરોડનો માતબર વધારો ​ગયા વર્ષે એપ્રિલ માસ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે રૂ.100 કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે આ આંકડો વધીને રૂ.108.64 કરોડ પર પહોંચ્યો છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રૂ.8 કરોડથી વધુની વધારાની આવક થઈ છે. મે માસ માં 5 ટકા રિબેટ યોજના લાગુ ​ઓનલાઇન પેમેન્ટમાં કરદાતાઓનો ભારે ઉત્સાહ ​આ વર્ષે મહાનગરપાલિકાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી, ​જેમાં મનપા દ્વારા એપ્રિલ માસ દરમિયાન ખાસ રિબેટ યોજના આપવામાં આવે છે, જેમાં ઓફલાઇન વેરો 10 ટકા રીબેટ તથા ​ઓનલાઇન વેરો 10 ટકા + 2 ટકા (વધારાનું) આમ કુલ 12 ટકા રીબેટ ​આ વધારાના 2 ટકા રીબેટના લાભને કારણે મોટી સંખ્યામાં લોકોએ ઘરે બેઠા વેરો ભરી શકે છે, અને હવે મે માસ દરમ્યાન 5 ટકા રિબેટ આપવામાં આવશે, ડિજિટલ જાગૃતિમાં વધારો ​મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર હિરપરા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે વેરામાં લોકો નો ઉત્સાહ વધ્યો છે, આ વખતે અંદાજે 9,000 જેટલા નવા કરદાતાઓ રીબેટ યોજનામાં જોડાયા છે, ડિજિટલ યુગમાં પ્રજાજનોમાં આવેલી જાગૃતિને કારણે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ થયો છે, જે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે, લોકોમાં ઓનલાઇન પેમેન્ટ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો જેમાં 1.06 લાખથી વધુ લોકોએ 12 ટકા રીબેટનો લાભ લઈ સાબિત કર્યું છે કે ભાવનગર હવે ડિજિટલ માધ્યમો તરફ વળ્યું છે. છેલ્લા દિવસે 8 કરોડથી વધુ ની આવક મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી 10 ટકા રિબેટ યોજનાના છેલ્લા દિવસે કરદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ઓનલાઈન 7835 આસમીઓ, ઓફલાઇન 2764 આસામીઓ મળી કુલ 10,599 આસામીઓએ કુલ 8.73 કરોડ નો વેરો ભર્યો હતો, જેના પરિણામે મનપાની તિજોરી છલકાઈ ગઈ છે. કુલ કરદાતા માંથી 50 ટકા વેરો એક માસમાં ભરાયો મનપાએ એપ્રિલ માસમાં કુલ રૂ.108.64 કરોડની આવક થઈ છે જેમાં ઓનલાઈન 1,06,665 આસામીઓ તથા ઓફલાઇન 49,377 આસામીઓ મળી કુલ 1,56,042 આસામીઓએ 108.64 કરોડ નો વેરો ભર્યો હતો, ભાવનગરમાં કુલ 3,15,685 આસમીઓ માંથી 1,56,042 આસામીઓ એક જ મહિના માં પોતનો વેરો ભરપાઈ થતા મનપા ની તિજોરી છલકાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:રાજકોટમાં પનીરના નામે એનાલોગ પધરાવતા એકમોમાં તપાસ, 71 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ, મસાલાનાં 38 નમૂના લેવાયા
    Next Article
    કુખ્યાતના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું, ડ્રોન VIDEO:રાજકોટના ભાયાવદરમાં આલિશાન મકાન જમીનદોસ્ત, 13 ગુનાનો આરોપી અલીમામદ શેઠા હત્યાના પ્રયાસના કેસમાં હાલ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment